Gujarat Weather/ ગુજરાતવાસીઓને મળશે ગરમીથી આંશિક રાહત, 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે

આગામી ત્રણ દિવસ સુધી લોકોને ગરમીથી આંશિક રાહત મળશે. ત્રણ દિવસ પછી ફરી ગરમી શરૂ થશે.

Top Stories Gujarat

Gujarat Weather News: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી 24 કલાક દરમિયાન હવામાન (Gujarat Weather)માં ફેરફાર થવાની શક્યતા છે. આ વખતે ચક્રવાત આજથી જોવા મળશે. જેમાં પવનની ગતિ કેટલાક ભાગોમાં 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાક અને કેટલાક ભાગોમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. ઉપરાંત, ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદ (Scattered Rain) પડી શકે છે.

રાજ્યમાં આવતીકાલથી ગરમી (Heat)નું જોર વધશે. વાછળછાયું વાતાવરણ રહેતાં ઉકળાટ અનુભવાશે. રાજ્યમાં 15થી 17 એપ્રિલ સુધી હીટવેવ (Heatwave)ની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવ રહેશે. રાજકોટમાં સૌથી વધુ 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 40.2 ડિગ્રી, અમદાવાદમાં 39.1 ડિગ્રી, ગાંધીનગરમાં 38 ડિગ્રી, ડીસામાં 37.4 ડિગ્રી, ભુજમાં 40 ડિગ્રી અને કંડલામાં 4.06 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 37.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી નોંધાયું છે.

450+ Cloudy Weather Pictures [HD] | Download Free Images on Unsplash

સૌરાષ્ટ્ર (Saurashtra)ની વાત કરીએ તો, આવતીકાલે દ્વારકા, જામનગર, જૂનાગઢ અને રાજકોટમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. જે પછી, 12 એપ્રિલે, મહારાષ્ટ્રની સરહદે આવેલા દક્ષિણ ગુજરાતના ડાંગ, આહવા, વલસાડ જેવા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. ઉપરાંત, ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, આવતીકાલે દ્વારકા, જામનગર, જૂનાગઢ અને રાજકોટમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. જે પછી, 12 એપ્રિલે, મહારાષ્ટ્રની સરહદે આવેલા દક્ષિણ ગુજરાતના ડાંગ, આહવા, વલસાડ જેવા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે.

Cloudy weather/light rain in southern Gujarat from May 30:IMD | DeshGujarat

હવામાન વિભાગના ડિરેક્ટર એકે દાસે પણ જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ સુધી લોકોને ગરમીથી આંશિક રાહત મળશે. ત્રણ દિવસ પછી ફરી ગરમી શરૂ થશે. 15 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ છે. જ્યારે 16 અને 17 એપ્રિલે રાજકોટ, કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ (Yellow Alert) છે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. આગામી 48 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. 15 થી 17 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ગરમીનું મોજું રહેવાની શક્યતા છે. ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. ભીષણ ગરમી વચ્ચે, કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છે.

જ્યારે પરેશ ગોસ્વામીની આગાહી કહે છે કે તાપમાનમાં ઘટાડો થવાની સાથે પવનની ગતિ પણ આજથી વધવાની છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પવનની ગતિ 35 થી 45 કિલોમીટર રહી શકે છે. જોકે, કેટલાક વિસ્તારોમાં હવામાં અસ્થિરતા જોવા મળી રહી છે. આ ભેજ અને અસ્થિર પવનોને કારણે કેટલીક જગ્યાએ તોફાની પવન ફૂંકાઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવામાનમાં આવ્યો પલટો, ઠંડા પવનો ફૂંકાતા ગરમીથી મળી રાહત

આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં વ્યાપી ચિંતા, ગરમીથી મળી લોકોને રાહત

આ પણ વાંચો:હવામાન વિભાગે ગરમીનું યલો એલર્ટ કર્યુ જારી, ગરમ પવનો ફૂંકાશે