by Patan/ પાટણના સિધ્ધપુરમાં વિદ્યાર્થીનીની રહસ્યમય આત્મહત્યા

હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટતા શંકા કુશંકાઓ

Top Stories Gujarat

Gujarat News : પાટણના સિધ્ધપુરમાં એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. હત્યાનું કારણ જાણવા ન મળતા રહસ્ય ફેલાયું છે. આપઘાતનું કારણ જાણવા ન મળતા લોકોના ટોળા હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા અને તર્ક વિતર્ક થઈ રહ્યા હતા.

આત્મહત્યા કરનારી યુવતી સિધ્ધપુરના મેવાડા વિસ્તારના એક મકાનમાં રહેતી હતી. હોમિયોપેથી કોલેજમાં અભ્યાસ કરતી આ યુવતીએ તેના રૂમમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લઈને જીવન ટુંકાવ્યું હતું.

આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. બીજીતરફ સિવિલ હોસ્પિટલમાં વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ તથા સંબંધીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.

વિદ્યાર્થીનીએ શા માટે આપઘાતનું પગલું ભર્યું તે તાત્કાલિક જાણી શકાયું ન હોવાથી આ બનાવ લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે અને જાતજાતના તર્ક વિતર્ક ચાલી રહ્યા છે.

હાલમાં પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. બાદમાં પરિચિતોની પુછપરછ કરીને શા માટે વિદ્યાર્થીનીએ આ પગલું ભર્યું તે અંગે ઝીણવટભરી તપાસ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો: Pregnancy Test/બાવળામાં ગર્ભપરીક્ષણ કરતાં સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડોક્ટર પકડાયા

આ પણ વાંચો: Gujarat University News/ચાર વર્ષના વિલંબ પછી ગુજરાત યુનિ. NAAC માન્યતા પ્રાપ્તિ માટે અરજી કરશે