Gujarat News : વલસાડ઼ જીલ્લા ધરમપુર ખાતે અભ્યાસ કરતી એક 18 વિદ્યાર્થીનીએ પ્રાથનામાં હાજરી ન આપતા તેને બાથરૂમમાં પુરી દેવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. આ અંગે પોલીસ અને શૈક્ષણિક વિભાગે તપાસ હાથ ધરી છે.
આ બનાવ ધરમપુરની પ્રમુખ સ્વામી વેકેશનલ ટ્રેનિંગ સેન્ટર ખાતે બન્યો હતો. આ વિદ્યાર્થીની સિવણ ક્લાસ કરતી હતી અને હોસ્ટેલના કેમ્પસમાં રહેતી હતી. વિદ્યાર્થીનીનો આરોપ છે કે બાથરૂમનો દરવાજો બહારતી બંધ કરી દેવાયો હતો. જેને તે ખોલી શકી ન હતી. તેણે મદદ માટે ઘણી બુમો પાડવા છતા અડધો કલાક સુધી પ્રાથના પુરી ન થઈ ત્યાં સુધી કોઈ મદદે આવ્યું ન હતું.
તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. તેને અન્ય વિદ્યાર્થીઓ બહાર કાઢીને લઈ ગયા હતા. તેને ચાલવામાં પણ તકલીફ થઈ હતી. જેને કારણે તે ઘાસ પર ગી ગઈ હતી. બાદમાં અન્ય વિદ્યાર્થીઓ તેને હોસ્ટેલના રૂમમાં લઈ ગયા હતા. તયાં સુધી તે વ્યવસ્થિત શ્વાસ લઈ શકી ન હતી. બાદમાં મને મારા પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા હતા એમ તેણે વધુમાં કહ્યું હતું.
વિદ્યાર્થીનીના પિતાના જણાવ્યા મુજબ મારી દિકરી વોશરૂમમાં ગઈ ત્યારે હોસ્ટેલના સત્તાવાળાઓએ બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. કારણકે તેસાંજની 6 વાગ્યાની પ્રાથનામાં હાજર રહી શકી ન હતી. તેમણે બાથરૂમની લાઈટ પણ બંધ કરી દીધી હતી. મારી દિકરી પહેલેથી શ્વાસની બિમારીથી પિડાય છે, એમ પિતાએ વધુમાં કહ્યું હતું.
વિદ્યાર્થીનીના પિતાની અરજીને પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા મુજબ તેમણે વિદ્યાર્થીની, હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓ અને હોસ્ટેલના સ્ટાફના નિવેદન નોંધ્યા છે, એમ ધરમપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.કે.પ્રજાપતિએ જણાવ્યું હતું.
પ્રજાપતિનું કહંવું છે કે હોસ્ટેલના સત્તાવાઓએ આ કૃત્ય જાણી જોઈને કર્યું હોય તેવું જણાતું નથી. વિદ્યાર્થીની કે તેના પરિવારજનો એફઆઈઆર નોંધાવવા માંગતા નથી. ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ જીગ્નેશ પટેલના દાવા મુજબ પ્રાથના પહેલા રેક્ટરે વોશરૂમમાં કોઈ છે કે નહી તે માટે બુમ પણ પાડી હતી. વિદ્યાર્થીની કોઈ જવાબ ન આપતા તેમણે લાઈટ બંધ કરી દીધી હતી અને વોશરૂમના દરવાજાને બહારથી કડી લગાવી દીધી હતી.
આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો
આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા
આ પણ વાંચો:સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે
