દાદરા નગરહવેલીઃ કોંગ્રેસમાં લોકસભા ચૂંટણી પહેલા જ જૂથવાદ વકર્યો છે. સંઘપ્રદેશ દાદરા નગરહવેલીમાં શિક્ષક અજીત મહાલાને ટિકિટ આપવામાં આવતા પક્ષમાં નારાજગી જોવા મળી રહી છે. આ નારાજગી એટલી વધી ગઈ છે કે અજીત મહાલાનેટિકિટ આપવાથી નારાજ જૂથે પ્રદેશ પ્રમુખ સામે આરોપોની ઝડી લગાવી દીધી છે. આમ લોકસભા ચૂંટણી ટાણે જ પક્ષનો અસંતોષ કોંગ્રેસને લોકસભામાં નડી શકે છે.
નારાજ જૂથનો દાવો છે કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે મૂકેલો ઉમેદવાર ભાજપની બી ટીમનો જ સભ્ય છે. આ પ્રકારનો નબળો ઉમેદવાર પક્ષે ભાજપને ફાયદો કરાવવા જ ઊભો રાખ્યો છે. આમ નારાજ જૂથના આ પ્રકારના આરોપોના પગલે કોંગ્રેસની અંદર જ સનસનાટી મચી ગઈ છે. આમ કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવાના બદલે અંદરોઅંદર જ ટકરાતી જોવા મળે છે.
આ પણ વાંચો:ધોરાજી ભાદર નદીના પુલ પરથી કાર નીચે ખાબકતા ચાર લોકોના કરુણ મોત
આ પણ વાંચો:અમદાવાદમાં સારથિ હેલ્પલાઇનની સેવા વિસ્તારવામાં આવી
આ પણ વાંચો:દીપડાના શરીરના અંગોનો જુગાર રમવા થાય છે ઉપયોગ, શિકારીઓની ધરપકડથી થયો ઘટસ્ફોટ
આ પણ વાંચો:અમદાવાદના લેન્ડસ્કેપને બદલશે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ
