Vadodara-Corona/ વડોદરામાં કોરોનાથી 65 વર્ષીય વૃદ્ધાનું મોત

વડોદરામાં કોરોનાથી એક મોત થયું છે. રાજ્યમાં ફરી એકવાર કોરોનાનો પગપેસારો થયો છે. કોરોનાથી 65 વર્ષીય વૃદ્ધાનું અહીં મોત થયું છે.

Top Stories Gujarat Vadodara

વડોદરાઃ વડોદરામાં કોરોનાથી એક મોત થયું છે. રાજ્યમાં ફરી એકવાર કોરોનાનો પગપેસારો થયો છે. કોરોનાથી 65 વર્ષીય વૃદ્ધાનું અહીં મોત થયું છે. વડોદરામાં દર બે ત્રણ દિવસે કોરોનાના કેસ જોવા મળે છે અને તેમાથી એકાદનું નિધન પણ થાય છે. આ જોતાં કોરોનાએ જાણે વડોદરામાં રોકાણ કરી લીધું છે.

વડોદરામાં કોરોનાથી મૃત્યુ પામેલા 65 વર્ષીય વૃદ્ધા 12 દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેઓ વેન્ટિલેટર પર હતા. તેમને કોરોના સિવાય પણ બીજા રોગ હતા.  વડોદરાના શહેરીજનોએ હજી પણ કોરોનાથી સાચવવાની જરૂર છે. આ ઉપરાંત ઉનાળાના રોગો પણ અહીં વધી રહ્યા છે ત્યારે બીજા રોગોના મોરચે પણ સાવચેતી દાખવવાની જરૂર છે. આજે પણ કોરોનાથી થયેલું મોત બતાવે છે કે કોરોના હજી વડોદરાનો કેડો મૂકતો નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ

આ પણ વાંચોઃ અમદાવાદમાં રામનવમીની ભવ્ય ઉજવણી

આ પણ વાંચોઃ વડોદરામાં રામનવમીની નીકળશે શોભાયાત્રા

આ પણ વાંચોઃ વલસાડના પારડી નેશનલ હાઇવે પર અકસ્માત, એકનું મોત અને એક ઇજાગ્રસ્ત