10th Results/ ધોરણ 10ના પરિણામમાં A-1 ગ્રેડમાં નવો રેકોર્ડ સ્થપાયો, વિક્રમજનક સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB) એ જાહેર કરેલા દસમા ધોરણના પરિણામમાં A-1 -ગ્રેડમાં નવો કિર્તીમાન સ્‍થપાયો છે.

Gujarat Gandhinagar Top Stories

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB) એ જાહેર કરેલા દસમા ધોરણના પરિણામમાં A-1 -ગ્રેડમાં નવો કિર્તીમાન સ્‍થપાયો છે. A-1  ગ્રેડ 2023માં માર્ચની પરીક્ષામાં કુલ 6,111 વિદ્યાર્થીઓ હતા. આજે જાહેર થયેલ માર્ચ 2024માં A-1 -ગ્રેડ મેળવતા વિદ્યાર્થીની સંખ્‍યા અધધધ… 23,247 છે. એટુ-ગ્રેડ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્‍યા 78,89૩ છે. B1-ગ્રેડમાં 1,18,710, B2-ગ્રેડમાં 1,43,894 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.

શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર થયેલા પરિણામમાં એક વિષયમાં 21,869  બે વિષયમાં 32,791 અને ત્રણ વિષયમાં 21,854 વિદ્યાર્થીઓને તેમના વિષયમાં સુધારણાનો અવકાશ રહ્યો છે. ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવાયેલ માધ્‍યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે માધ્‍યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા રાજયના 84 ઝોનના 981 કેન્‍દ્રો પર લેવામાં આવેલ હતી. જેમાં 3,184 પરીક્ષાસ્‍થળો (બિલ્‍ડીંગો) અને 31,829 બ્‍લોક ઉપયોગમાં લેવામાં આવ્‍યા હતા.

આ વર્ષે પણ પરીક્ષાર્થીઓના પરીક્ષાના પ્રવેશપત્ર ઓનલાઈન મૂકવામાં આવેલ. જેથી પરીક્ષાર્થીઓને પોતાની શાળામાંથી તે સરળતાથી મળી ગયેલ. ચાલુ વર્ષે પ્રશ્નપત્રોના પાર્સલ ઝોન કચેરીએથી પરીક્ષાખંડ સુધી સુરક્ષિત પહોંચાડવાની કામગીરીને સુનિશ્ચિત કરવા માટે પેપર બોક્સ ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન (Paper Box Authentication and Tracking Application) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વર્ષે પરીક્ષા સમયસર અને ખૂબ જ સારા વાતાવરણમાં લેવામાં આવી.

આ પરીક્ષામાં કુલ 7,06,370 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 6,99,598 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્‍થિત રહ્યા હતા અને 5,77,556 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 82.56 ટકા જાહેર કરવામાં આવે છે. જયારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 1,65,894 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 1,60,451 ૧૬૦૪૫૧ પરીક્ષાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જેમાંથી 78,715 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 49.06 ટકા આવ્‍યું છે. ઉપરાંત GSOS પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 17,378 પરીક્ષાર્થીઓ પૈકી 16,261 પરીક્ષાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જેમાંથી 4,981 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ 30.63 ટકા આવેલું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું 85 ટકા પરિણામ

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું 84.61 ટકા પરિણામ

આ પણ વાંચોઃ જામનગરમાં ધો.10નું 82.32 ટકા પરિણામ