1 dead/ સુરતમાં દોઢ વર્ષના બાળકે ઓઈલ પી લેતા મોત

ફેક્ટરીમાં રમતા રમતા ઓઈલ પી લીધું હતું

Gujarat Surat

Surat News : બાળકો માતાપિતાની ગેરહાજરીમાં ક્યારેક એવું કરી બેસે છે કે બાળકને જીવ ગુમાવવો પડે છે. સુરતમાં બનેલી આવી જ એક ઘટનામાં ફેક્ટરીમાં રમી રહેલા દોઢ વર્।ના બાળકે ઓઈલ પી લેતા તેનુ મોત નીપજ્યુ હતું.

આ બનાવની વિગત મુજબ સુરતના ગોડાદરા વિસ્તારમાં એક પરિવાર ફેક્ટરીમાં કામ કરવા જતો હતો. 15 દિવસ અગાઉ પરિવારના બે પુત્ર ફેક્ટરીમાં રમી રહ્યા હતા. દરમિયાન દોઢ વર્ષના પુત્રએ રમતા રમતા ઓઈલ પી લીધું હતું. સારવાર અર્થે તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે સારવાર દરમિયાન આજે તેનું મોત નીપજ્યુ હતું. બનાવને પગલે બાળકના પરિવારમાં શોકમાં ડૂબી ગયો છે.

ગોડેદરા વિસ્તારમાં રહેતા અનિલ રોય એક ફેક્ટરીમાં કામ કરતા હતા. 15 દિવસ પહેલા બનેલા આ બનાવમાં તેમની પત્ની શિવકુમારી ટિફીન અને બે બાળકોને લઈને ફેક્ટરી પર આવી હતી. જ્યા તે અવારનવાર પતિને કામમાં મદદરૂપ થતી હતી. તે દિવસે સિવકુમારીના બન્ને બાળકો રમી રહ્યા હતા.

ફેક્ટરીમાં એક બોટલમાં પાણી અને બીજી બોટલમાં ઓઈલ ભરેલું હતું. જેમાં દોઢ વર્ષના બાળકે રમતા રમતા પાણીને બદલે ઓઈલ પી લીધું હતું. સારવાર અર્થે તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. બે દિવસ બાદ બાળકની તબિયત સુધરી ગઈ હતી અને તે રમવા પણ લાગ્યો હતો. જોકે બાદમાં તેને સતત તાવ રહેતો હતો. ડોક્ટર દવા આપે ત્યારે થોડા સમય માટે તાવ ઉતરી જતો હતો. ડોકટરે બાળકના પિતાને કહ્યું હતું કે બાળકના ફેફસામાં પાણી જતું રહ્યું હોવાથી ન્યુમોનિયાની અસર થઈ છે. જેને કારણે બાળકનું મોત નીપજયુ હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું 85 ટકા પરિણામ

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું 84.61 ટકા પરિણામ

આ પણ વાંચોઃ જામનગરમાં ધો.10નું 82.32 ટકા પરિણામ