Navsari News/ નવસારીના દરિયામાં ભરતી ચારને તાણી ગઈ, બે મૃતદેહ આજે મળ્યાં

નવસારીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા ત્રણ પરિવારના 7 લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પોલીસ જવાનો અને હોમગાર્ડે 3 લોકોને ઉગારી લીધા હતા. જ્યારે માતા અને બે પુત્રો સહિત ચાર લોકો લાપતા હતા.

Gujarat

Gujarat News : નવસારીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા ત્રણ પરિવારના 7 લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પોલીસ જવાનો અને હોમગાર્ડે 3 લોકોને ઉગારી લીધા હતા. જ્યારે માતા અને બે પુત્રો સહિત ચાર લોકો લાપતા હતા. જેઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે 14 કલાકની બાદ 4 માંથી બે લોકોના મૃતદેહ વહેલી સવારે હાથ લાગ્યા હતા. જે બાદ અન્ય બે લોકોના પણ મૃતદેહ મળી આવ્યાં છે.

દાંડીના દરિયામાં ડૂબેલા એક જ પરિવારના 4 લોકોના મૃતદેહ મળી આવ્યાં છે. 14 કલાકની ભારે શોધખોળ બાદ પણ તરવૈયાઓને માત્ર મૃતદેહ હાથ લાગ્યા છે. યુવરાજ અને તેની માતા સુશિલાનો મૃતદેહ વહેલી સવારે અલગ અલગ જગ્યાએથી મળી આવ્યો હતો. મરીન કમાન્ડો અને ફાયર વિભાગ દ્વારા આખી રાત શોધખોળ કરાઈ હતી. ત્યારે આજે વહેલી સવારે 4 વાગ્યે ફાર્મ હાઉસ તેમજ આશ્રમની પાછળના કિનારેથી મૃતદેહ મળી આવ્યાં હતા. જ્યારે અન્ય 2 લોકોના પણ મતદેહ મળી આવ્યાં છે.

ત્રણ પરિવારના સાત લોકો ડૂબ્યા હતા

ગઈકાલે રવિવારની રજા હોય નવસારી ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો દાંડીના દરિયાકાંઠે ફરવા માટે આવ્યા હતા. દરિયાકાંઠે લોકો ન્હાવાની મોજ માણી રહ્યા હતા ત્યારે અલગ અલગ ત્રણ પરિવારોના 7 લોકો ડૂબ્યા હતા. જેમાં બે પરિવારના વિપુલભાઈ ઈશ્વરભાઈ હળપતિ, રાકેશ અને અતિશ નામના ત્રણ વ્યકિતને બચાવી લેવાયા હતા.

માતા અને બે પુત્રો સહિત ચાર લોકો ડૂબ્યા

નવસારીમાં રહેતા સુશિલાબેન નામના મહિલા તેમના પુત્ર યુવરાજ (ઉ.વ.20) , દેશરાજ (ઉ.વ.15) અને રાજસ્થાનથી ફરવા આવેલી બહેનની દીકરી દુર્ગા (ઉ.વ. 17) સાથે દાંડી ફરવા આવ્યા હતા. જે ચારેય લોકો દરિયાના પાણીમાં ગરકાવ થયા છે. તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે સવારે યુવરાજ અને સુશિલાનો મૃતદેહ મળી આવ્યાં બાદ અન્ય બે લોકોના પણ મતદેહ મળી આવ્યાં છે.

દરિયામાં મોટી ભરતી હોવાના કારણે લોકો ડૂબ્યા- પૂર્વ સરપંચ

દાંડીના પૂર્વ સરપંચ પરિમલ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે દરિયામાં મોટી ભરતી છે. ભરતીના પાણીમાં પ્રવાસીઓ અંદર જાય છે, એ લોકોને પાણીનો ખ્યાલ નથી આવતો. જે ઘટના બની છે એ ઘટના પણ ભરતીનું પાણી વધુ હોવાના કારણે બની છે. સરકાર અહીં એક બોર્ડ લગાવે કે દરિયાના પાણીમાં અંદર સુધી કોઈ જાય નહીં, જેથી જાનહાનિ થાય નહીં.

દાંડીના દરિયામાં મોટી ભરતી હોય ચાર લોકો ડૂબી ગયાની જાણ થતા નવસારી-વિજલપોર ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે. ફાયરની ટીમ ઉપરાંત સ્થાનિક તરવૈયાઓ બોટની મદદથી દરિયામાં શોધખોળ કરી રહ્યા છે. જલાલપોર પોલીસની ટીમે પણ દાંડીના દરિયાકિનારે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓરેવા ફરીથી સાણસામાંઃ ગુજરાત હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારી

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જ સાબરમતીને કરે છે ગંદી, પછી બીજાની ક્યાં વાત કરવી

આ પણ વાંચો: પાલનપુરમાં 17 લાખ રૂપિયાનું 2,700 કિલો બનાવટી ઘી પકડાયું

આ પણ વાંચો:રાજકોટમાં 13 વર્ષના બાળકનું ક્રિકેટ રમતા-રમતા મોત