Breaking News/ મોરબીની મચ્છુ નદીમાં સાત લોકો ડૂબ્યા, ત્રણના મોત

મોરબીની મચ્છુ નદીમાં એક સાથે સાત લોકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટમાં ત્રણ લોકોના મોત થયા છે.

Top Stories Gujarat Others Breaking News

Morbi News: મોરબીમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે પોઈચામાં 8 લોકો ડૂબ્યા હોવાની ઘટના બાદ હવે મોરબીની મચ્છુ નદીમાં એક સાથે સાત લોકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટમાં ત્રણ લોકોના મોત થયા છે. જયારે અન્ય ચાર લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. છ સગીર અને એક યુવક મચ્છુ નદીમાં ડૂબ્યા હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચ જવા પામી છે. હાલ ફાયર સહિતની ટીમો સ્થળ પર પોહચી પાણીમાં ડૂબી ગયેલા લાપતા બાળકોની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ પ્રથમ એક યુવાન ડૂબ્યા બાદ તેને બચવા જતા બે સગીરા પણ ડૂબ્યા હતા. અહી કુલ 7 જેટલા યુવાન અને સગીર ન્હાવા આવ્યા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. મળતી પ્રાથમિક વિગતો મુજબ પરમાર ચિરાગ ઉ.20, ભંખોડિયા ધર્મેશ ઉ.16 અને ભંખોડિયા ગૌરવ ઉ.17 નામના યુવાનો પાણીમાં ડૂબ્યા છે. અને અન્ય ચાર યુવાનો બચી ગયાનું જાણવા મળી રહ્યું છે. વધુ વિગતો મેળવાઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત

આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત