Ahmedabad News: રાજ્યના આરટીઓ (RTO) ના સર્વર (Server) માં ઠેકાણા નથી અને હાલમાં બે દિવસથી બંધ છે ત્યાં હવે વિડીયો એનાલિટિક ટેકનોલોજીનો (Video Analytic technology) ઉપયોગ કરવામાં આવશે. આ ટેકનોલોજી હાલના ગ્રાઉન્ડ સેન્સર્સ બેઝ્ડ ટેકનોલોજીનું (Ground Sensors based Technology) સ્થાન લેશે. તેના લીધે સર્વરની ખામીના લીધે અનેક તકલીફોનો સામનો કરવો પડે છે તે નહીં કરવો પડે.
હાલમાં ટેકનોલોજીકલ ખામીના લીધે કેટલાય લોકોને નાપાસ કરાય છે. ગ્રાઉન્ડ સેન્સર્સ બગડી જાય ચે. ટ્રેકની કામગીરી પણ બંધ રહેતી હોય છે. ટેસ્ટમાં એન્ટ્રી બાદ અધવચ્ચેથી જ સર્વર બંધ થઈ જતાં નાપાસ ગણી ફરી ટેસ્ટ આપવા બોલાવાય છે. હાલની ટેકનોલોજીમાં ફોરવર્ડ ડાયરેકશનમાં જ જોઈ શકાય છે, રિવર્સ ડાયરેકશન ડિટેક્ટ થતું નથી, પરંતુ નવી ટેકનોલોજીમાં વ્હીકલની દરેક મૂવમેન્ટ ડિટેક્ટ થશે. હાલમાં તો આ ટેકનોલોજી ફક્ત દિલ્હી, પૂણે, ચંદીગઢ, વગેરે શહેરોમાં આ ટેકનોલોજી કાર્યરત છે. આના માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ આચારસંહિતાના લીધે વર્ક ઓર્ડર જારી કરવામાં આવ્યો નથી. પણ ચૂંટણી બાદ આચારસંહિતા પૂરી થશે ત્યારે આ મોરચે કામગીરી શરૂ કરવામાં આવશે.
આ ટેકનોલોજીમાં કેમેરા આધારિત ડ્રાઇવિંગ સ્કીલ એસેસમેન્ટ સિસ્ટમ છે. આનો હેતુ ઓછામાં ઓછા માનવ હસ્તક્ષેપ સાથે ડ્રાઇવિંગ કુશળતાની ચકાસણી કરવાનો છે. આ આખી ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને વિડીયો એનાલિટિક ટેકનોલોજીથી સજ્જ છે. વ્હીકલ સમગ્ર પાથ ફોલો કરે છે કે નહીં તે આ ટેકનોલોજીથી ડિટેક્ટ થશે. એક ટ્રેક પર 17થી 18 કેમેરા લગાડવામાં વશે. આ ટેકનોલોજી રાજ્યના બધા આરટીઓમાં ઓપરેટ થશે. તેના માટે ઓપરેટરોને યોગ્ય ટ્રેનિંગ આપવામાં આવશે.
વિડીયો એનાલિટિક્સમાં કેમેરા દ્વારા રિયલ ટાઈમમાં પાથની માહિતી એકત્રિત કરે છે, જેનો ઉપયોગ અરજદારની ડ્રાઇવિંગ કુશળતાના મૂલ્યાંકન માટે થાય છે. જેમ વાહન ટેસ્ટિંગ ટ્રેક પર આગળ વધે છે, તે કોમ્પ્યુટર કન્સોલ પર દ્વિ-પરિમાણીય ઇમેજ ડિસ્પ્લે પર રિયલ ટાઈમમાં ટેસ્ટ ટ્રેક પર વાહન દ્વારા લેવાયેલા પાથને પ્લોટ અને ટ્રેસ કરે છે. સિસ્ટમ અન્ય પેરામેટ્રિક ડેટા સાથે ટ્રેસ કરેલા પાથના કોઓર્ડિનેટ્સને રેકોર્ડ કરવા અને સાચવવાની અને એનાલિસિસ કરે છે. વાહન દ્વારા ટ્રેસ કરાયેલા પાથ માટે અલ્ગોરિધમ્સ વિકસાવવામાં આવ્યા છે. સિસ્ટમમાં આંકડાકીય મોડ્યુલ છે, જે પ્રમાણભૂત પાથને ઓળખશે.
આ પણ વાંચો: બનાસકાંઠામાં મીની વાવાઝોડાથી ભારે નુકશાન, ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી
આ પણ વાંચો: ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હશે જબરદસ્ત હીટવેવ
આ પણ વાંચો: શિક્ષણના ગુજરાત મોડેલમાં વાલીઓનો છેદ ઉડાવી દેવાયો, જ્યારે રાજસ્થાન મોડેલમાં વાલીને અગ્રતા
