Rajkot Gamezone Tragedy/ રાજકોટ અગ્નિકાંડમાં ત્રણ આરોપીઓને 14 દિવસના પોલીસ રિમાન્ડ

પુછપરછમાં ચોંકાવનારી માહિતી બહાર આવવાની શક્યતા

Gujarat Top Stories Rajkot Breaking News

Rajkot News: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે તેમને 14 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. તેમની પુછપરછમાં અનેક ચોંકાવનારી માહિતી બહાર આવશે તેમ જણાઈ રહ્યું છે.રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં છ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 3 આરોપીઓને લઈ પોલીસ કોર્ટમાં પહોંચી હતી. બાદમાં  આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે 14 દિવસના  રિમાન્ડ ની માંગણી કરવામાં આવી હતી. જેમાં કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા. પાપીઓની બેદરકારીના કરાણે સર્જાયું મોતનું તાંડવ.રાહુલ રાઠોડ , યુવરાજસિંહ સોલંકી, નિતીન જૈનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.  લોખંડી બંદોબસ્ત વચ્ચે પોલીસ આરોપીઓને કોર્ટમાં પહોંચી.જ્યાં કોર્ટ શરૂ થાય તે પહેલાં જ આરોપી યુવરાજસિંહ સોલંકી કોર્ટમાં રડવા લાગ્યો હતો. .

રાજકોટ અગ્નિકાંડને લઈને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી એક્શનમાં આવ્યા છે. જવાબદાર 6 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગર પાલિકાનાં 2 અધિકારી સસ્પેન્ડ રવામાં આવ્યા છે. જેમાં આસીસ્ટંટ ટાઉન પ્લાનર અને આસીસ્ટંટ એન્જીનીયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ માર્ગ મકાન વિભાગના એન્જીનીયર પણ સસ્પેન્ડ કરાયા છે તો રાજકોટ પોલીસનાં 2 સીનીયર પીઆઈ પણ સસ્પેન્ડ કરાયા છે. SIT ના પ્રાથમીક રિપોર્ટના આધારે સરકારે નિર્ણય લીધો છે. ગત મોડીરાત્રીએ સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

તે સિવાય રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈની બદલી કરી નાંખવામાં આવી હતી.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો, ‘રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી’

આ પણ વાંચો: ગુજરાત છે ‘જ્વલનશીલ’, પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ

આ પણ વાંચો: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડઃ સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ, છ અધિકારી સસ્પેન્ડ

આ પણ વાંચો: TRP ગેમિંગ ઝોનમાં માંડ મહિના પહેલા નોકરીએ લાગેલા બે કર્મચારીના મૃતદેહની ઓળખ થઈ