Pakistan News: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ગમખ્વાર માર્ગ અકસ્માત થયો છે. અહીં એક હાઈસ્પીડ પેસેન્જર બસ પલટી ખાઈને કોતરમાં પડી જવાથી બાળકો અને મહિલાઓ સહિત 28 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે. બસ તુર્બતથી બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટા જઈ રહી હતી. બસ ક્વેટાથી લગભગ 700 કિમી દૂર વાશુક નગર પાસે કોતરમાં પડી હતી. રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના વધુ સ્પીડના કારણે થઈ છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બસમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
એક અહેવાલમાં એક અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે પેસેન્જર બસનું ટાયર ફાટવાને કારણે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 28 લોકોના મોત થયા છે અને લગભગ 22 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે બાસિમા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અકસ્માતની માહિતી મળતાં જ મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને બચાવ્યા હતા.
પાકિસ્તાનમાં રોડ અકસ્માતો સામાન્ય છે
પાકિસ્તાનમાં રોડ અકસ્માતો સામાન્ય છે, જ્યાં ટ્રાફિક નિયમો અને સલામતીના ધોરણોનું પાલન કરવામાં આવતું નથી. આ પહેલા 18 મેના રોજ પંજાબના ખુશાબ જિલ્લામાં એક ટ્રક ખાડામાં પડતા એક જ પરિવારના ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં અન્ય 9 લોકો ઘાયલ થયા છે. અગાઉ 3 મેના રોજ ગિલગિટ બાલ્ટિસ્તાનમાં એક પેસેન્જર બસ સાંકડા રસ્તા પરથી લપસીને કોતરમાં પડી જતાં ઓછામાં ઓછા 20 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 21 અન્ય ઘાયલ થયા હતા.
આ પણ વાંચો:ફ્રાન્સ-જર્મનીએ કહ્યું યુક્રેનને રશિયાની અંદર હુમલો કરવાની છૂટ આપવી જોઈએ, પુતિને આપી ચેતવણી…
આ પણ વાંચો:ભારત અને ફ્રાન્સ આ અઠવાડિયે 26 રાફેલ-મરીન જેટ માટે કોન્ટ્રાક્ટ વાટાઘાટો શરૂ કરશે
આ પણ વાંચો:મહામારી આવવાનું નિશ્ચિત છે, ટોચના બ્રિટિશ વૈજ્ઞાનિકે આપી ચેતવણી,WHOએ પણ તૈયારીઓ શરૂ કરી
આ પણ વાંચો:ગરીબ દેશ અને ઉપરથી ભૂસ્ખલન, કેવી રીતે સર્જાઈ તારાજી…
