@ વિશાલ મહેતા
અમદાવાદ: શહેરમાં 7જૂનના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. શહેરના અનેક માર્ગો પર રથયાત્રાની શોભાયાત્રા નીકળે છે. જે અંતર્ગત સુરક્ષાને ધ્યાનમાં રાખી શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા ફૂટમાર્ચ કરવામાં આવી રહી છે. આ વર્ષે ભગવાન જગન્નાથની ૧૪૮મી ઐતિહાસિક રથયાત્રાની ઉજવણી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નગરચર્યા કરવા નીકળતી રથયાત્રા પૂર્વેની તૈયારીઓના ભાગ રૂપે પોલીસે ફૂટ પેટ્રોલિંગ અને ચેકીંગનો પ્રારંભ કર્યો છે જેમાં અમદાવાદ શહેર ક્રાઈમબ્રાંચ દ્વારા અલગ અલગ 9 ટીમો બનાવીને ફૂટ પેટ્રોલિંગ, CCTV ચેકીંગ, હોટેલ ચેકિંગ સહિત તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક રથયાત્રામાં કોઈ ખલેલ ન પહોંચાડે તે બાબતનું ખાસ ધ્યાન રાખીને અસામાજિક તત્વો અને હિસ્ટ્રીશિટર વિરુદ્ધ ક્રાઈમબ્રાંચે કડક કાર્યવાહી હાથ ધરી છે. ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રામાં પોલીસના કાફલા સહિત ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરીને ક્રાઈમબ્રાંચ સમગ્ર રૂટ પર બાજ નજર રાખશે. ક્રાઈમબ્રાંચની ટીમ દ્વારા અસમાજિક તત્ત્વોની હેરાનગતિ, બોંબ હુમલાની આશંકા, તોફાન જેવા તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી શહેરભરમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ક્રાઈમબ્રાંચ દ્વારા હોટલ ચેકિંગની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં ક્રાઈમબ્રાંચ દ્વારા ખાસ પેટ્રોલિંગ હાથ ધરાશે.
DCP અજીત રાજ્યને મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે શહેરમાં નીકળતી ઐતિહાસિક રથયાત્રાને લઈને આપણે તમામ પ્રકારની કાળજી રાખીશું. માથાભારે તત્વો અને ગુનેગારો પર ક્રાઈમ બ્રાંચની બાજ નજર રહેશે. ખાસ કરીને પૂર્વીય વિસ્તારોના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન અને પેટ્રોલિંગ દ્વારા ધ્યાન આપવામાં આવશે. અને જો જરૂર પડે તો AI અને હ્યુમન ઈન્ટલિજન્સની મદદ પણ લેવામાં આવશે.
આ પણ વાંચો: બોટાદમાં જમીન વિવાદમાં કાકાએ ભત્રીજાની હત્યા કરી
આ પણ વાંચો: દાહોદમાં ખેતીલાયક જમીનમાં નકલી હુકમોનું કૌભાંડ
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં દરિયો ન ખેડવા સાગરખેડૂઓને સૂચના
