SGST raid/ આઇસક્રીમ અને જ્યુસ પાર્લરોને ત્યાં તવાઈ, બે કરોડની કરચોરી પકડાઈ

સુરતમાં આઇસક્રીમ વિક્રેતાઓ પર તવાઈ આવી છે. સ્ટેટ જીએસટી વિભાગની ટીમે પાડેલા દરોડામાં કુલ બે કરોડની કરચોરી અને 40 કરોડના બિનહિસાબી રોકડવ્યવહાર પાડ્યા છે. રાજ્યમાં આઇસક્રીમ અને જ્યુસ પાર્લરમાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા.

Gujarat Ahmedabad Rajkot Surat Breaking News

Surat News: સુરતમાં આઇસક્રીમ વિક્રેતાઓ (IcecreamSeller)પર તવાઈ આવી છે. સ્ટેટ જીએસટી વિભાગની ટીમે પાડેલા દરોડામાં કુલ બે કરોડની કરચોરી અને 40 કરોડના બિનહિસાબી રોકડવ્યવહાર પાડ્યા છે. રાજ્યમાં આઇસક્રીમ અને જ્યુસ પાર્લરમાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા.

અમદાવાદ, સુરત અને રાજકોટના 24 મોટા ટર્નઓવર ધરાવતા આઇસક્રીમ અને જ્યુસ પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા હતા. સુરતમાં આઇસક્રીમ જ્યુસ પાર્લરમાં જીએસટી વિભાગની તપાસમાં 30 કરોડથી વધુના છૂપા રોકાણો મળ્યાં છે. અમદાવાદના ચાર, સુરતના ત્રણ, રાજકોટના એક આઇસક્રીમ પાર્લર સાથે મળીને કુલ 47 ધંધાકીય સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. આકરી ગરમીમાં આઇસક્રીમ અને જ્યુસનું મોટાપાયા પર વેચાણ થાય છે.

રાજ્યના જીએસટી વિભાગને ચોક્કસ બાતમી મળી હતી કે વિક્રેતાઓ હિસાબો ન બતાવીને કરચોરી આચરે છે. આ બાતમીના આધારે આઇસક્રીમ જ્યુસના વેચાણ કરતાં વેપારીઓની તપાસ હાથ ધરી હતી. અમદાવાદ, સુરત, રાજકોટમાં મોટું ટર્નઓવર ધરાવતા આઇસક્રીમ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

તેની સાથે જ્યુસ પાર્લર ખાણીપીણીના 47 સ્થળો પર તપાસ આદરવામાં આવી હતી. સ્ટેટ જીએસટીની તપાસમાં 40 કરોડથી વધુ રકમના છૂપા વેચાણ વ્યવહારો મળી આવ્યા હતા. સુરતમાં બિસ્મિલ્લાહ, મહાલક્ષ્મી, જ્યુસ, ફાસ્ટ ફૂડ કોર્નરમાંથી કરોડોની એસજીએસટી ચોરી પકડાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં ગરમીનો હાહાકાર, 13 જ દિવસમાં 72નાં મોત

આ પણ વાંચો: જૂનાગઢ કાર અને બાઇકનો અકસ્માત: બેના મોત

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોપલમાં અનધિકૃત બાંધકામ સામે ઝુંબેશ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને મામલે ગેમઝોનના માલિકનો SIT સમક્ષ મોટો ધડાકો, ભાજપના કોર્પોરેટરે 1.5 લાખ લઈ કરી તોડ