Banglore: કર્ણાટક ભાજપ દ્વારા તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. માનહાનિના કેસમાં 1 જૂને કોર્ટે સિદ્ધારમૈયા અને શિવકુમારને જામીન આપ્યા હતા.
ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા આપવામાં આવેલી જાહેરાતમાં રાજ્યની તત્કાલિન ભાજપ સરકાર પર તેના 2019-2023ના શાસન દરમિયાન મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી શુક્રવારે સવારે 10.30 વાગ્યે શહેરની સિવિલ કોર્ટમાં હાજર થશે.
આ પછી તેઓ ક્વીન્સ રોડ પર આવેલા ભારત જોડો ભવનમાં કોંગ્રેસના નવા ચૂંટાયેલા સાંસદો અને રાજ્યમાંથી પરાજિત ઉમેદવારો સાથે વાત કરશે. આ દરમિયાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર પણ હાજર રહેશે.
જસ્ટિસ કેએન શિવકુમારે રાહુલ ગાંધીને 7 જૂને હાજર થવાનો આદેશ આપ્યો હતો. ગયા અઠવાડિયે કેસની સુનાવણી દરમિયાન, રાહુલ ગાંધીના એડવોકેટે તેમના અસીલને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ માટે અરજી કરી હતી. જોકે, ફરિયાદ પક્ષે વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે મુક્તિને વારંવાર મંજૂરી આપવી જોઈએ નહીં.
આ પણ વાંચો: આજે NDA સંસદીય બોર્ડની બેઠક, નરેન્દ્ર મોદી સરકાર બનાવવાનો દાવો કરી શકે
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એન્કાઉન્ટર શરૂ, સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા
