New Delhi: 18મી લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદી ત્રીજી ટર્મ માટે વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. ત્યારે માહિતી પ્રમાણે 18મી લોકસભાનું પ્રથમ સત્ર 15 જૂનથી શરૂ થવાની શક્યતા છે. શુક્રવારે આ માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું કે નવી કેબિનેટ તારીખે અંતિમ નિર્ણય લેશે. પ્રથમ સત્રમાં નવા ચૂંટાયેલા સભ્યોને ગૃહના સભ્યો તરીકે શપથ લેવડાવવામાં આવશે.
શપથ ગ્રહણ કાર્યક્રમ બે દિવસ સુધી ચાલુ રહી શકે છે. આ પછી નવા સ્પીકરની પસંદગી કરવામાં આવશે. બીજા દિવસે રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. સત્ર દરમિયાન, વડાપ્રધાન બંને ગૃહોમાં તેમની મંત્રી પરિષદની રજૂઆત કરશે. લોકસભાનું આ સત્ર 22 જૂને સમાપ્ત થવાની સંભાવના છે.
સૂત્રોનું કહેવું છે કે રવિવારે શપથગ્રહણ બાદ તરત જ નવા કેબિનેટની બેઠક યોજવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કેબિનેટની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 5 જૂને 17મી લોકસભાને ભંગ કરી દીધી હતી.
આ પણ વાંચો: પુત્રને ઝેર આપી નાસી ગઈ કળયુગી માતા, પિતાએ હત્યાનો આરોપ મૂક્યો
આ પણ વાંચો: ભાજપની હાર બાદ અયોધ્યાના મતદારોને આપી ગાળો,UP પોલીસે કરી ધરપકડ
આ પણ વાંચો: વોટરપાર્કમાં મફત પ્રવેશ ના આપતા ચલાવ્યુ બુલડોઝર, અસામાજિક તત્વોનો આંતક
