Patan News: સુરત ડુમસ જમીન પ્રકરણને લઈને પાટણમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કોઈને પણ થાય કે સુરતના ડુમસના જમીન પ્રકરણને લઈને પાટણને શું લાગે વળગે. વાસ્તવમાં સુરતના ડુમસના પ્રકરણમાં દોષિત ઠરેલા આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા પછી તેમની પાટણ બદલી કરવામાં આવતા પાટણના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
પાટણના લોકોનું કહેવું છે કે સુરતના લાંચિયા અધિકારીને પાટણના માટે શું કામ મારવામાં આવ્યો. જનઆક્રોશ એટલો વધ્યો છે કે ચાણસ્માના વિધાનસભ્ય દિનેશ ઠાકોરે સરકારને પત્ર લખવો પડ્યો છે. તેમણે સીએમને પત્ર લખીને જણાવ્યું છે કે જો આયુષ ઓકની પાટણથી બીજે બદલી કરવામાં નહીઁ આવે તો આંદોલન કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે ચાણસ્મા કે પાટણ જિલ્લામાં આવા કૌભાંડીઓ આવશે તો જિલ્લાને ભવિષ્યમાં ખૂબ જ મોટું નુકસાન થશે. સુરતમાં ડુમસમાં રૂ. 2,000 કરોડના જમીન કૌભાંડની તપાસમાં આયુષ ઓકનું નામ ખૂલ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પાટણ જિલ્લાને પ્રામાણિક અધિકારીની જરૂર છે, કૌભાંડીની નહીં.
આ પણ વાંચો: NEET કૌભાંડમાં ગુજરાતનો રૂ. 2.3 કરોડનો વહીવટ
આ પણ વાંચો: ગિફ્ટ સિટીનું વિસ્તરણ નહીં થાય, ઊંચા ભાવે જમીનો ખરીદનારાને મોટો ફટકો
આ પણ વાંચો: સિક્કિમના લાચુંગમાં વડોદરાનો પરિવાર ફસાયો
આ પણ વાંચો: ગુજરાત યુનિ.એ 17 કરોડની ગેરરીતિના મામલે કમલજીત લખતરિયાને સસ્પેન્ડ કર્યા
