Vadodara News: વડોદરાનો પરિવાર કેટલાય દિવસોથી સિક્કિમના લાચુંગમાં ફસાયો હતો. સિક્કિમમાં વાદળ ફાટતા ભૂસ્ખલન થવાના લીધે અનેક લોકો ફસાયા છે. ત્યારે વડોદરાના રાણા કુટુંબના નવ સભ્યો પણ ફસાયા હતા. ત્યારે રાણા પરિવારના સભ્યોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

વડોદરાની સ્વાતી સોસાયટીમાં રહેતા કુટુંબે ચિંતા વ્યક્ત કરી છે. કુટુંબના એકપણ સભ્યનો 5 દિવસથી સંપર્ક થયો નહતો. કુટુંબના સભ્યો સાત જૂનના રોજ પાર્થ ટ્રાવેલ્સ મારફતે સિક્કિમ ફરવા ગયા હતા. કુટુંબમાં રામચંચ્દરના બે મોટા બહેન, એક નાનો ભાઈ અને તેમનો પરિવાર ફરવા ગયો તો. સરકાર પાસે તમામને સહીસલામત વડોદરા લાવવા કુટુંબે માગ કરતા તંત્ર હરકતમાં આવ્યું છે. એનડીઆરએફની ટીમે પરિવારના નવ સભ્યોને સલામત બહાર કાઢ્યા છે.
વાદળ ફાટતાં ગુજરાતનાં ઘણા પ્રવાસીઓ ફસાયા હતા. સિક્કિમ તંત્રએ મુસાફરોને રેસ્ક્યું કર્યા છે. પ્રવાસીઓ ગંગટોક જવા રવાના થયા છે. બાદમાં વડોદરા પરત ફરશે.
આ પણ વાંચો: વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં! ઊંઝામાં બિસ્માર શાળામાં ભણવા મજબૂર બન્યાં…
આ પણ વાંચો: સુરતમાં 44 જેટલા મોટા સર્કલને નાના કરાશે, ટ્રાફિક સમસ્યા દૂર કરવા નવતર પ્રયોગ
આ પણ વાંચો: ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટી વિહોણી 44 કચેરીઓને નોટિસ ફટકારાઈ
