Gandhinagar News: ગુજરાતમાં NEET UG – 2024ની ચાલતી તપાસ સીબીઆઇને સોંપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. NEET UG – 2024ની ગત તારીખ 5 મે, 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે. આ અંગેની તપાસ શનિવારે સીબીઆઇને સુપ્રદ કરવામાં આવી છે.
આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ 8 મે, 2024ના રોજ નોંધવામાં આવી છે. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી FIRની તપાસ પણ રાજ્ય સરકારે સીબીઆઇને સોંપવાનો નિર્ણય કર્યો છે.
આ તપાસ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1946ની કલમ-6 અન્વયે સીબીઆઇને સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન પણ જારી કર્યું છે.
ઉલ્લેખનીય છે કે CBIએ NEET પેપર લીક કેસમાં પ્રથમ FIR પણ નોંધી છે. શિક્ષણ મંત્રાલયની ફરિયાદ બાદ સીબીઆઈએ NEET પરીક્ષા પેપર લીક કેસમાં કેસ નોંધ્યો છે. CBIએ IPC કલમ 420, છેતરપિંડી અને 120B એટલે કે ષડયંત્ર હેઠળ એફઆઈઆર નોંધી છે. તેની પ્રથમ એફઆઈઆર નોંધ્યા પછી, સીબીઆઈએ હવે કેસની તપાસ શરૂ કરી છે.
સૂત્રોનું માનીએ તો CBIએ આ એક અલગ કેસ નોંધ્યો છે. હવે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ UGC NET કેસમાં પણ શિક્ષણ મંત્રાલયની ફરિયાદ બાદ CBIએ અજાણ્યા લોકો વિરુદ્ધ છેતરપિંડી અને ષડયંત્રની કલમો હેઠળ નિયમિત કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
હકીકતમાં, NEET-UG પેપર લીક કેસમાં, શિક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લીધો અને શનિવારે CBIને તપાસ સોંપી હતી. અગાઉ સમાચાર આવ્યા હતા કે રવિવાર (23 જૂન)ના રોજ યોજાનારી NEET-PG પ્રવેશ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. હવે આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: અમરેલીના આ ગામમાં સાવજોનું છે રાજ, લોકોએ રહેવું પડે છે નજરકેદ
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ મેચોનું ગેરકાયદે સ્ટ્રીમીંગ કરનારી ગેંગનો પર્દાફાશ
આ પણ વાંચો: મહારાષ્ટ્રની વરસાદી સિસ્ટમ હવે ગુજરાતમાં ત્રાટકવા તૈયારઃ અંબાલાલ પટેલ
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આંતરિક રાજકારણ શિક્ષણમાં પ્રવેશ્યું
