@હિરેન ચૌહાણ
Bhavnagar News: મહારાષ્ટ્રના પુણેથી ભાવનગર આવેલી ફ્લાઈટને આજરોજ ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો છે. ઓછી વિઝિબિલીટી અને પવનના કારણે એરપોર્ટ સુધી પહોંચેલા પ્લેનને આકાશમાં ત્રણ ચક્કર મારવા પડ્યા અંતે પરિસ્થિતિ થોડી અનુકૂળ થતા પાઈલટે સુઝબૂઝ સાથે ફ્લાઈટને ભાવનગર એરપોર્ટ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવ્યું હતું.
ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય દરજ્જાનુ એરપોર્ટ હોવા છતાં હાલમાં ફક્ત ભાવનગર થી મુંબઈ અને પુણેને જોડતી હવાઈ સેવા ઉપલબ્ધ છે ત્યારે આ સેવા પણ અનિયમિત અને અપૂરતી છે ભાવનગરથી પુણેને જોડતી સેવા ઘણા દિવસો સુધી બંધ રહ્યા બાદ હજુ એક બે દિવસ પહેલા જ પૂર્વવત થઈ છે ત્યારે આજે સવારે પુણેથી ભાવનગર આવેલી ફ્લાઈટને ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો હતો નિર્ધારિત સમયે એરપોર્ટ પહોંચેલી ફલાઈટ લેન્ડ થાય એ માટે પૂરતી વિઝિબિલીટી ન હોવા સાથે પવનની ઝડપ વધુ અને વિપરીત દિશાની હોવાનાં કારણે પાઈલટ ને ગ્રીન સિંગ્નલ ન મળતા લેન્ડિંગની તૈયારી કરી રહેલ પાઈલટને ફરી એકવાર ફલાઈટ ઉંચાઈએ લઈ જવાની ફરજ પડી હતી.

તેમજ આકાશમાં ત્રણ ચક્કર માર્યાં બાદ પરિસ્થિતિ સાનુકૂળ થતા પાઈલટે આગવી સૂઝબુઝ સાથે ફ્લાઈટનુ સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવ્યું હતું. આકાશમાં 20 થી 25 મિનિટ સુધી ચક્કર મારતા વિમાનમાં સવાર મુસાફરો પણ મુંઝવણમાં મુકાયા હતા. પરંતુ અંતે વિમાન રન વે પર લેન્ડિંગ કરતા હાશકારો અનુભવ્યો હતો. આ અંગે એરપોર્ટ ઓથોરિટીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, આજે પુના થી આવેલી ફ્લાઈટને લેન્ડિંગમાં ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો હતો. વિમાનને ઉતરવા માટે જરૂરી પરિસ્થિતિ સાનુકૂળ ન હોય ત્યારે થોડો સમય હવામાં રહેવું પડતું હોય છે અને ભાગ્યે જ કયારેક એવું બનતું હોય છે કે ફલાઈટ લેન્ડ ન થાય અને અન્ય એરપોર્ટ પર વિમાન ડાઈવર્ટ કરવું પડે અથવા પરત જાય પુના ને જોડતી હવાઈ સેવા માંડ માંડ શરૂ તો થઈ છે પરંતુ આ સેવા કાયમ માટે કયારે બંધ થઈ જાય એનું કંઈ નક્કી નથી આ અંગે સ્પાઈસજેટ કંપનીના અધિકારી એ જણાવ્યું હતું કે ભાવનગર થી પુરતાં પ્રમાણમાં મુસાફરો નથી મળી રહ્યા જયારે નિયમિત રીતે હવાઈ મુસાફરી કરતા મુસાફરોએ જણાવ્યું હતું કે ફલાઈટનો ટાઈમ-શેડ્યુઅલ અનુકૂળ નથી ઉપરાંત ભાવનગર થી પુનાનુ અંતર પણ ઓછું હોવા છતાં અન્ય એરપોર્ટ ની તુલનાએ ભાવનગરના ટિકીટદર પણ વધુ છે.!
આ પણ વાંચો: ભાવનગરમાં મેઘરાજાનું આગમન, પ્રારંભમાં જ કડાકાભડાકા સાથે વરસાદ
આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર
આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ
