Gandhinagar News : ગાંધીનગરમાં દહેગામ ,માણસા સાબરકાંઠા અને અરવલ્લીના ખેડૂતોના ટ્રેકટર ભાડે મેળવી પાછા નહી આપી બારોબાર વેચી કાઢનાર એક આરોપીને ગાંધીનગર SOG ની ટીમે ઝડપી પાડયો છે. આ આરોપી પાસેથી પોલીસે 1કરોડ થી વધુની કિંમતના 20 ટ્રેકટર સાથે એક ઇકો કાર જપ્ત કરી છે. ગાંધીનગર SOGએ આરોપી પાસેથી વધુ કેટલા ખેડૂતો સાથે છેતરપિંડી કરી તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે
ગાંધીનગર જિલ્લા દહેગામ ,માણસા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ના ખેડૂતો ના ટ્રેકટર ભાડે મેળવી પાછા નહી આપી બરોબર વેચી કાઢનાર એક આરોપીને ગાંધીનગર SOG ની ટીમે ઝડપી પાડયો છે. આ આરોપી પાસેથી પોલીસે 1કરોડ થી વધુની કિંમત ના 20 ટ્રેકટર સાથે એક ઇકો કાર કબજે કરી છે. આરોપીએ આ પ્રકારે અનેક ખેડતો સાથે છેતરપિંડી કરી હોવાની શંકા સાથે ગાંધીનગર SOG એ વધુ તપાસ હાથ ધરી છે. તે સિવાય આ કેસમાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેની પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે, એમ ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: CNGના ગેસના ભાવમાં વધારો
આ પણ વાંચો: ભારતનું NBFC સેક્ટર બન્યું વિશ્વનું ત્રીજું સૌથી મોટું સેક્ટર
આ પણ વાંચો: છેલ્લા 5 વર્ષમાં ચીનથી જથ્થાબંધ દવાઓની આયાતમાં વધારો