વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે ગાંધીનગર આવી રહ્યાં છે. રાહુલ અહીંયા કોંગ્રેસ તરફથી આયોજિત ‘નવસર્જન ગુજરાત જનાદેશ’ રેલીમાં ભાગ લેશે. આ દરમિયાન ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પાર્ટીમાં ઔપચારિક રૂપથી જોડાશે.
આ સાથે જ કોંગ્રેસે રાહુલ સાથે મુલાકાત માટે પટેલ આરક્ષણ આંદોલનના નેતા હાર્દિક પટેલ અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીને પણ દાવત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ બંને નેતાઓએ આ પ્રકારના આમંત્રણનો નકારો ભર્યો છે.