15 દિવસ પહેલા બીજેપીમાં જોડાયેલા પાટીદાર નેતા નિખિલ સવાનીએ બીજેપીમાંથી રાજીનામું આપી દિધું છે. સોમવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નિખિલ સવાનીએ કહ્યું હતું કે હાર્દિક અને મારી વચ્ચે મતભેદ હોઈ શકે પણ મનભેદ નહીં. મેં હંમેશા પાટીદાર સમાજના હિતોમાં કામ કર્યું છે, પાટીદાર સમાજના હિતો માટે થઈને ભાજપનો સાથ જોડાયેલો હતો.
પણ હવે દુઃખ સાથે કહેવું પડિ રહ્યું છે કે બીજેપી પાટીદાર સમાજની સાથે વોટબેંકની રાજનીતિ રમી રહી છે, પાટીદારોને ખરીદવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. હું બીજેપીમાંથી રાજીનામું આપુ છુ.
