Ahmedabad/ અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં પણ વરસાદી ઝાપટુ પડ્યુ છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
YouTube Thumbnail 98 અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક

Ahmedabad News: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં પણ વરસાદી ઝાપટુ પડ્યુ છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી છે. થલતેજ, એસજી હાઇવે, પકવાન, ઇસ્કોન, શીલજ, બોપલમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. જે બાદ ગરમીના ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાજ્યના દક્ષિણ ભાગમાં સાયક્લોનિક સર્જયુલેશન સક્રિય થતા અમદાવાદમાં વરસાદ પડ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે.

શહેરમાં સવારથી વાદળછાયુ વાતાવરણ હતું પરંતુ વરસાદ વરસી રહ્યો ન હતો. પરંતુ બપોરે અઢી વાગ્યાની આસપાસ શહેરમાં વરસાદી માહોલ છવાયો હતો હાલ શહેરના અનેક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.

આજે ગુજરાતના 15થી વધારે જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 1 જુલાઈના રોજ અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને 27 જૂન થી 1 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. સમુદ્રમાં 45 થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો