ફાઈનલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છે. T20 વર્લ્ડ કપની ફાઇનલ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે બ્રિજટાઉન(Barbados)ના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર છે.ટી-20 વર્લ્ડ કપમાં આ વખતે ફાઇનલમાં જીતનારી ટીમ ચોક્કસપણે સમૃદ્ધ હશે. તે જ સમયે, જે ટીમ હારે છે એટલે કે રનર-અપ છે તે પણ સમૃદ્ધ હશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પણ આ મેગા ઈવેન્ટ માટે મેગા ઈનામી રકમની જાહેરાત કરી હતી.
વિજેતા ટીમને રેકોર્ડ બ્રેકિંગ ઈનામી રકમ
T20 વર્લ્ડ કપ 2024 જીતનારી ટીમને અંદાજે રૂ. 20.36 કરોડ ($2.45 મિલિયન) મળશે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત વિજેતા ટીમને આટલી રકમ મળશે. જ્યારે ફાઇનલમાં હારનાર ટીમ એટલે કે રનર અપને અંદાજે રૂ. 10.64 કરોડ ($1.28 મિલિયન) મળશે.
ખાસ વાત એ છે કે સેમિફાઇનલમાં પહોંચનારી ટીમોને 6.54 કરોડ રૂપિયા ($787,500)ની સમાન રકમ આપવામાં આવશે. એટલે કે અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડની ટીમો પણ સમૃદ્ધ થઈ ગઈ છે. આ વખતે T20 વર્લ્ડ કપમાં 20 ટીમોએ ભાગ લીધો હતો. એકંદરે, આ વખતે દરેક ટીમને ICC દ્વારા કેટલીક ઈનામી રકમ આપવામાં આવી હતી. સુપર-8 (બીજા રાઉન્ડ)થી આગળ ન વધી શકનારી દરેક ટીમને $382,500 (અંદાજે રૂ. 3.17 કરોડ) આપવામાં આવ્યા હતા.
ICC reveal historic prize money for the Men’s #T20WorldCup 🤩
Details ⬇️https://t.co/jRhdAaIkmc
— ICC (@ICC) June 3, 2024
ICC 93.51 કરોડ રૂપિયાનું વિતરણ કરશે
નવમાથી 12મા સ્થાને આવનાર દરેક ટીમને $247,500 (અંદાજે રૂ. 20.57 કરોડ) મળશે. જ્યારે 13માથી 20મા ક્રમે રહેલી ટીમોને દરેકને $225,000 (અંદાજે રૂ. 1.87 કરોડ) મળશે. આ સિવાય, મેચ જીતવા પર (સેમી ફાઈનલ અને ફાઈનલ સિવાય) ટીમોને વધારાના $31,154 (અંદાજે 25.89 લાખ રૂપિયા) મળશે. T20 વર્લ્ડ કપ માટે કુલ $11.25 મિલિયન (અંદાજે રૂ. 93.51 કરોડ)ની ઈનામી રકમ નક્કી કરવામાં આવી છે.
T20 વર્લ્ડ કપની ઈનામી રકમ
- વિજેતા: આશરે રૂ. 20.36 કરોડ
- રનર-અપ: રૂ. 10.64 કરોડ
- સેમી-ફાઇનલ: રૂ. 6.54 કરોડ
- જો બીજા રાઉન્ડમાં બહાર થઈ જાય તોઃ રૂ. 3.17 કરોડ
- 9માથી 12મા સ્થાને રહેલી ટીમોઃ રૂ. 2.05 કરોડ
- 13માથી 20મા સ્થાન સુધીની ટીમોઃ 1.87 કરોડ
- રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 માં જીત: રૂ. 25.89 લાખ
આ પણ વાંચો: ભારતે મહિલા ક્રિકેટમાં ઇતિહાસ રચ્યોઃ 600 રન કરનારી પ્રથમ ટીમ બની
આ પણ વાંચો: ફાઇનલ પર પણ છે વરસાદનું વિઘ્ન? જો મેચ રદ થાય, તો જાણો કોણ બનશે ચેમ્પિયન?
આ પણ વાંચો: ફાઇનલમાં ‘વિરાટ’ ઇનિંગ્સ રમશેઃ રોહિત શર્માનો કોહલીના નબળા ફોર્મ પર જવાબ