વાયરલ વિડીયો/ શું આવી રીતે પણ મૃત્યુ આવે છે? લાકડી વડે વાયરને સ્પર્શ કર્યો…અને માત્ર 22 સેકન્ડમાં મૃત્યુ પામ્યા

યુપીના મહોબામાં વીજળીનો આંચકો લાગવાથી એક યુવકનું મોત થયું છે. યુવકના ઘરમાં લાગેલા સીસીટીવીમાં વીજ કરંટનો વીડિયો કેદ થયો હતો. વીજ કરંટ લાગતા માત્ર 22 સેકન્ડમાં જ યુવકનું મોત થયું હતું.

Trending Videos

યુપીના મહોબામાં વીજળીનો કરંટ લાગવાથી એક યુવકનું મોત થયું છે. યુવકના ઘરમાં લાગેલા સીસીટીવીમાં વીજ કરંટનો વીડિયો કેદ થયો હતો. વીજ કરંટ લાગતા માત્ર 22 સેકન્ડમાં જ યુવકનું મોત થયું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક વાંસની લાકડી લઈને જઈ રહ્યો છે. પછી લાકડી ઘરની ઉપરથી પસાર થતી વીજ લાઇનને સ્પર્શે છે. આ ઘટનાની માત્ર 22 સેકન્ડ બાદ યુવકનું મોત થઈ ગયું. ઘટના બાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ ઘટના મંગળવારે બપોરે 3 વાગ્યાના અરસામાં બની હતી.

મળતી માહિતી મુજબ, મૃતક દર વર્ષે મંદિરમાં ચઢાવવામાં આવતો પ્રસાદ લઈને તેના પિતરાઈ ભાઈના ઘરે આવ્યો હતો. દરેક લોકો પૂજાની તૈયારીઓ કરી રહ્યા હતા. કોઈ પ્રસાદ બનાવવામાં વ્યસ્ત હતું તો કોઈ ફૂલ ચઢાવવાની તૈયારીમાં હતું. તે જ સમયે આ યુવક મંદિરમાં ધ્વજારોહણ માટે વાંસની લાકડી લઈને ઘરમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે લાકડી 33 KV વીજલાઈનને અડી ગઈ હતી. જેના કારણે તેને વીજ કરંટ લાગ્યો અને 22 સેકન્ડમાં તેનું મોત થઈ ગયું.

વરસાદને કારણે લાકડી ભીની થઈ ગઈ હતી, આથી વ્યક્તિને વીજ કરંટ લાગતાં વાર ન લાગી અને યુવકનું તુરંત જ મોત થયું. જો કે, વીજશોક બાદ પરિવારના સભ્યો તેના હાથ, પગ અને છાતીમાં લાંબા સમય સુધી ઘસવા લાગ્યા હતા. આવી સ્થિતિમાં યુવકની પોતાની બેદરકારી તેના મોતનું કારણ બની હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાણી પીધા પછી વાઘે કર્યુ Hi! લોકોએ ફોટોગ્રાફરને શું કહ્યું…

આ પણ વાંચો:બોયફ્રેન્ડ બીજી છોકરી સાથે મસ્તી કરતો હતો, ગર્લફ્રેન્ડે જોતા જ કર્યો હંગામો, જુઓ ફની વીડિયો

આ પણ વાંચો:લોકો પોતાની રીલ વાયરલ કરવા કેવા ગતકડાં કરે છે! વીડિયો તો જુઓ…