પ્રેરક/ ગાયનું ગોબર કાર ઉપર લગાવો અને તેને ગરમીથી બચાવો : યુવાને કર્યું અનોખું સંશોધન

આ ગોબરનો લેપ તેઓએ એવી રીતે લગાડ્યું કે જે પાણીથી ધોવાઇ નહીં અને ગાડીના કલરને પણ નુકસાન થાય નહીં તેની પણ કાળજી રાખી છે. હવે તે ઉનાળામાં કેટલી ગૌશાળા મારફતે ગાયના ગોબર માંથી બનેલ ગાડીના કવર બનાવી તે કવર લોકો સુધી પહોંચે તેવા પણ પ્રયત્ન હાથ ધર્યો છે.

Ajab Gajab News Trending
ગોબર

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરમાં ગોકુલનાથજી સંચાલીત ગૌશાળામાં રાજકોટના અરવિંદભાઈ કિયાડા વર્ષ ૨૦૦૭થી ગાયના ગોબર ઉપર સંશોધન કરી તેના ઉપયોગથી કેટલા લાભ થઈ શકે છે તે સૌકોઈને જણાવે છે અને લોકોમાં જાગૃતતા કેળવવાનું કાર્ય કરે છે. તાજેતરમાં અરવિંદભાઈ કિયાડાએ એક સંશોધન કર્યું છે જેમાં તેમને તારણ મળ્યું છે કે કાળઝાળ ગરમીમાં કારને ઠંડી રાખવા તેના ઉપર ગાયના ગોબરનું લીંપણ કરવું જોઈએ.

 અરવિંદભાઈ કિયાડાએ આજ દિન સુધી અનેક સંશોધન હાથ ધરી ગોબરમાંથી અવનવી વસ્તુઓ બનાવી છે. ગાયના ગોબરમાંથી ઇકોફ્રેન્ડલી મૂર્તિ, કોઈપણ કેમિકલ વગર ચંપલ, નાના ભુલકાઓ માટે રમકડાં જેવી અનેક વસ્તુઓ બનાવી લોકોને પોતાના ખર્ચે  આપી છે. અન્યને પ્રેરણા મળી રહે તે માટે ભેટ આપી રહ્યા છે અને દરેક જગ્યાએ આવેલ ગૌશાળામાં જઈ ગોબર વિશેની જાણકારી પૂરી પાડી તેમાંથી કેમિકલ વગરની  ગોબરની અવનવી વસ્તુઓ બનાવી માર્કેટમાં લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન હાથ ધર્યા છે.

લોકો ગાયને દૂધ માટે પાળતા હોય છે અને તે દૂધની આવક બંધ થતાં ક્યાંક ગાયને વેચી દેતા હોય છે અને ક્યારેક તેને રઝળતી મુકી દેતા હોય છે ત્યારે ગોબરમાંથી ઇકોફ્રેન્ડલી વસ્તુઓ જેવી કે ચંપલ, ટોપી, નાના બાળકોના રમતના સાધનો બનાવવામાં આવી અને લોકો તેનો વપરાશ કરે તો તેની માગ વધી જવાથી આ દુનિયામાં ગાયને સારસંભાળમાં વધારો થાય તેમ છે.

આ હાલ દિનપ્રતિદિન ગરમીનો પારો વધતો જતો હોવાના કારણે લોકો ગરમીથી બચવા માટે વિજ ઉપકરણોનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે હાલ ફોરવીલમાં પણ લોકોને એસી વગર નીકળવું મુશ્કેલ બને છે. આ કાળઝાળ ગરમીના કારણે વાહનોના એ.સી. પણ ક્યારેક કામ કરતું બંધ જોવા મળી રહ્યું છે. ત્યારે આ રાજકોટના અરવિંદભાઈએ ગાયના ગોબરનો વધુ એક ઉપયોગ કર્યો, તેમણે પોતાની ગાડી ઉપર ગાયના ગોબરનો લેપ કરી ગરમીથી બચવા માટે વધુ એક પ્રયોગ હાથ ધર્યો છે. આ ગાયના ગોબરથી તાપમાનમાં ઘટાડો થયો હોવાનું જોવાઇ રહ્યું છે. આ ગોબરનો લેપ તેઓએ એવી રીતે લગાડ્યું કે જે પાણીથી ધોવાઇ નહીં અને ગાડીના કલરને પણ નુકસાન થાય નહીં તેની પણ કાળજી રાખી છે. હવે તે ઉનાળામાં કેટલી ગૌશાળા મારફતે ગાયના ગોબર માંથી બનેલ ગાડીના કવર બનાવી તે કવર લોકો સુધી પહોંચે તેવા પણ પ્રયત્ન હાથ ધર્યો છે.

ગોબર

આ પણ વાંચો : કાળે જુદા પાડ્યા પણ આજે દીકરી તેની માતાની મૂર્તિ બનાવી રોજ કરે છે પૂજા