Kheda News : ખેડાના કઠલાલમાં ક્રેટા કારમાં લઈ જવાતો દારૂનો જત્થો પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે આ કેસમાં એક આરોપીની દરપકડ કરીને દારૂના જત્થા સાથે 9 લાખનો મુદ્દ્માલ કબજે કર્યો હતો.સ્ટેટ મોનિટરીંગ સેલ(સેમસી)ના અધિકારીઓને માહિતી મળી હતી કે અમદાવાદ ઈન્દોર હાઈવે પર લસુન્દ્રા ગામના બસ્સ સ્ટેન્ડ પાસે કઠલાલથી ક્રેટા કારમાં દારૂનો જથ્થો લઈને કેટલાક શખ્સો જઈ રહ્યા છે. જેને આધારે પોલીસે માહિતીના સ્થળે જાળ બિછાવીને કાર અટકાવી હતી.
કારમાંથી પોલીસે 1.91 લાખનો દારૂ તથા વાહન મળીને કુલ રૂ. 9,00,100 નો મુદ્દામાલ કબજે કર્યો હતોપોલીસે આ કેસમાં કારના ડ્રાઈવર મહેન્દ્રસિંહ ડી.રાઠોડની ધરપકડ કરીને ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી છે. કઠલાલ પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: Gujarat Rain Live 8 July: રાજ્યમાં ક્યાં જીલ્લામાં કેટલો છે વરસાદ
આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા
