Junagadh News/ કાશ્મીર કે મનાલી ના નથી આ દ્રશ્યો, આ છે ગરવો ગઢ ગિરનાર, ચોમાસામાં નયનરમ્ય નઝારો

આ દ્રશ્યો કોઈ સીમલા કે કાશ્મીર ના નથી પરંતુ આ છે ગરવો ગઢ ગિરનાર.

Gujarat Others Trending Breaking News

@અમ્માર બખાઈ

Junagadh News: ચોમાસાની ઋતુ શરૂ થતા જ ગિરનાર પર્વત પર વાદળોનો અદભુત નજારો તો, પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને વૃક્ષોએ લીલી ચાદર ઓઢી હોય તેવો અદભુત નજારો પ્રવાસીઓનું મન મોહી રહ્યું છે.

આ દ્રશ્યો કોઈ સીમલા કે કાશ્મીર ના નથી પરંતુ આ છે ગરવો ગઢ ગિરનાર. ચોમાસાની ઋતુમાં ગિરનાર પર જ્યાં જુઓ ત્યાં વાદળો જોવા મળે છે અને વરસાદી વાદળોએ જાણે ગિરનાર પર્વતમાળા ને પોતાની લપેટમાં લીધા હોય તેવા દ્રશ્યો, ચોમાસાની ઋતુમાં મન મોહક નજારો અને કુદરતી વાતાવરણની મજા માણવા ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને લોકોએ આ કુદરતી વાતાવરણનો આનંદ માણ્યો હતો.

ક્યાંક યુવાનો પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે તો અનેક ભક્તો પોતાના પરિવાર સાથે ગિરનાર પર્વત પર માં અંબાના અને ગુરુદત્તાત્રે ભગવાનના દર્શન કરવા આવી પહોંચે છે ત્યારે લોકોને ત્રણ ઋતુમાંથી સૌથી વધુ ચોમાસાની ઋતુમાં ગિરનાર પર્વત જવું વધુ ગમે છે.

ગિરનારના પહાડો જાણે સ્વર્ગ સમાન સફેદ વાદળોની ચાદર છવાઈ હોય અને તેમાં ભીના વાદળો વચ્ચે ગિરનારની સીડીઓ ચડીને આવેલા ભાવિકોએ વરસાદની મજા માણી હતી દૂર દૂર સુધી જ્યાં નજર પડે ત્યાં ચારેકોર લીલુંછમ વાતાવરણ જ નજરે ચડી રહ્યું છે જ્યારે રોપ વે મારફત પણ લોકો ગિરનાર પર આ વાતાવરણની મજા માણી હતી

આમ ગિરનાર પર્વતનો આ મનમોહક નઝારો અને વાતાવરણને માણી લોકોએ જન્નતની સફર કરી હોય તેઓ અહેસાસ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અનંત અંબાણીના ગરબામાં સિંગર કિંજલ દવેની ઘુમ

આ પણ વાંચો:લંપટ શિક્ષકને વાલીઓએ ચખાડ્યો મેથીપાક, વિદ્યાર્થીની સાથે કરતો હતો અડપલાં

આ પણ વાંચો:સાબરકાંઠામાં તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચો:સુરતમાં શ્વાનનો આતંક સામે આવ્યો, બાળકી પર હુમલો, જુઓ વિડીયો