Gujarat/ સામુહિક આપઘાત કેસ:બળજબરીથી 20 લાખ કઢાવવા લખાણ કરી પરિવારને મરવા મજબુર કર્યા,બે સામે ગુનો નોંધાયો

બળજબરી પૂર્વક ડરાવી ધમકાવીને માર મારીને લખાણ લખાવી લેવાયુ

Top Stories Gujarat

@સાગર સંઘાણી

Jamnagar News : જામનગરના માધવબાગ ખાતે રહેનારા આહીર પરિવારના ચાર જેટલા સભ્યો દ્વારા બુધવારના રોજ સાંજના પાંચ વાગ્યાના અરસામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગઢ ફાટક પાસે ઝેરી દવા પી સામુહિક આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે મૃતક અશોક આહીરના નાનાભાઈ 41 વર્ષીય વિનુ આહીર દ્વારા ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે વિશાલ જાડેજા તેમજ વિશાલ પ્રાગડા નામના વ્યક્તિઓ વિરુદ્ધ બીએનએસની કલમ 108, 115(2), 308(5), 54 મુજબ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિશાલ દરબાર દ્વારા અશોક આહિર પાસેથી 20 લાખ રૂપિયા લેણા નીકળે છે તે પ્રકારનું બળજબરી પૂર્વક ડરાવી ધમકાવીને માર મારીને લખાણ લખાવી લેવામાં આવ્યું હતું.

જે બાબતે વિશાલ દરબાર દ્વારા પઠાણી ઉઘરાણી પણ કરવામાં આવતી હતી. તેમજ વિશાલ પ્રાગડા નામના વ્યક્તિ પાસેથી મૃતક અશોક આહીરને 5,53,000 રૂ. લેણાના નીકળતા હતા જે છેલ્લા ચાર મહિનાથી વિશાલ પ્રાગડા દ્વારા આપવામાં નહોતા આવતા. આમ વિશાલ પ્રાગડા પૈસા નહીં આપીને અશોક આહીરને હેરાન પરેશાન કરીને મરવા માટે મજબૂર કર્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ભાણવડ પોલીસ દ્વારા મૃતકો પાસે રહેલી સુસાઈડ નોટ તેમજ મોબાઇલ ફોન સહિતની વસ્તુઓ કબજે કરી છે. તેમજ આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પોલીસને આપેલી ફરિયાદમાં મૃતકના નાનાભાઈ વિનુ આહીરે જણાવ્યું છે કે, પોતે બ્રાસપાટની ભઠ્ઠીમાં મજૂરી કામ કરી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. બુધવારના રોજ પોતે પોતાના ઘરે મોડપર ગામ ખાતે હતા ત્યારે જાણવા મળ્યું હતું કે અશોકભાઈએ પોતાના પરિવારજનો સાથે તારા ઘરના રેલવે ફાટક પાસે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી સામુહિક આપઘાત કરી લીધો છે. દરમિયાન મરણ જનાર અશોકભાઈનો મોબાઇલ ફોન ચેક કરતા તેમના મોબાઈલમાં રહેલા વિડીયો ચેક કરતા ચાર જેટલા વ્યક્તિઓ દ્વારા મારા ભાઈ અશોક ને ધમકાવવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ અશોકભાઈ પાસેથી પૈસાની કડક ઉઘરાણી કરતા હોય તેવું મારું માનવું છે.

અશોકભાઈ ના ચૂંટણી કાર્ડ ની નકલની પાછળના ભાગે બ્લુ પેનથી એક લખાણ લખવામાં આવ્યું હતું. જેમાં લખ્યું હતું કે અમારી પાસે ઘણા બધા માણસો પૈસા માટે હેરાન કરતા હતા. વિશાલ દરબાર વીએમ મેટલ વાળો અમને હેરાન કરતો હોવાથી અમે દવા પી લઈએ છીએ. વિશાલ પ્રાગડા પાસે 5,53,000 રૂપિયા માંગીએ છીએ પરંતુ તે છેલ્લા ચાર મહિનાથી નથી આપતો. વિશાલ દરબારે મને માર્યો અને તે બિલ કોભાંડ કરે છે. ખોટા બિલના પૈસા હતા તે ખોટા તેને લેવાના હતા.

આમ મારા ભાઈ પાસે ઘણા બધા લોકો પૈસા માંગતા હોય જેમાં આ સુસાઇડ નોટમાં લખેલ તે મુજબ તેમજ મોબાઇલમાં મળી આવેલા વિડિયો ક્લિપ મેસેજ આધારે વિશાલ દરબાર વીએમ મેટલ વાળા દ્વારા કડક પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી. તેમજ વિશાલ પ્રાગડા દ્વારા સમયસર પૈસા નહીં આપતા મારા ભાઈ સહિતના વ્યક્તિઓ મરવા માટે મજબૂર થયા હતા. પોલીસ દ્વારા સુસાઈડ નોટ તેમજ મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લ્યો બોલો… કાંઈ નહીં ને પગ લુંછણીયાની ચોરી થઈ, શહેરના માંગનાથ રોડ પરની ઘટના

આ પણ વાંચો:દ્વારકાના પરિવારે આર્થિક રીતે પડી ભાગતા આપઘાતનું પગલું ભર્યુ

આ પણ વાંચો:ભુજમાં દારૂડિયા સામે પોલીસ લાચાર