Gujarat Weather News: હવામાન વિભાગે વરસાદને લઈ નવી આગાહી કરી છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન કરાયું છે. બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે રહેશે. અન્ય જીલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આજે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. વરસાદને લઇ ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે. નર્મદા, ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે આણંદ, વડોદરા, બોટાદમાં યલો એલર્ટ આપ્યું છે.
હાલ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. હાલ સિસ્ટમ લૉ પડતા વરસાદ ઓછો અથવા નહીવત્ રહેવાનું અનુમાન છે. ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદ, ભાવનગર અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા અને બોટાદમાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે.
સવારે 6 થી રાત્રે 8 દરમિયાન એક ઈંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો તે તાલુકા
| જિલ્લા | તાલુકા | વરસાદ (ઇંચ) |
| સુરત | કામરેજ | 3.19 |
| વલસાડ | ઉમ્બરગાંવ | 3.19 |
| આણંદ | બોરસદ | 3.11 |
| રાજકોટ | ઉપલેટા | 2.24 |
| અમદાવાદ | ધંધુકા | 2.05 |
| અમરેલી | ખાંભા | 1.93 |
| સુરત | સુરત શહેર | 1.93 |
| નવસારી | જલાલપોર | 1.89 |
| વડોદરા | ડભોઇ | 1.61 |
| ભરૂચ | હાંસોટ | 1.57 |
| નવસારી | નવસારી | 1.46 |
| વલસાડ | વાપી | 1.46 |
| અમરેલી | અમરેલી | 1.34 |
| વલસાડ | પારડી | 1.34 |
| અમરેલી | કુંકાવાવ વડિયા | 1.18 |
| ભાવનગર | ઘોઘા | 1.14 |
| મોરબી | વાંકાનેર | 1.06 |
| વલસાડ | વલસાડ | 1.02 |
આ પણ વાંચો:રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, 8થી વધુ ઘાયલ
આ પણ વાંચો:લ્યો બોલો… કાંઈ નહીં ને પગ લુંછણીયાની ચોરી થઈ, શહેરના માંગનાથ રોડ પરની ઘટના
આ પણ વાંચો:દ્વારકાના પરિવારે આર્થિક રીતે પડી ભાગતા આપઘાતનું પગલું ભર્યુ
