Ahmedabad News/ અમદાવાદમાં શેલાની શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગથી ભારે ચર્ચા, વાલીઓ ગુસ્સે ભરાયા

અમદાવાદમાં મોંઘી સ્કૂલોમાં બાળકોને ભણવા માટે મૂકતા વાલીઓ માટે ચેતવા જેવો કિસ્સો છે. અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિકના સ્કૂલના એક ક્લાસમાં એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદમાં મોંઘી સ્કૂલોમાં બાળકોને ભણવા માટે મૂકતા વાલીઓ માટે ચેતવા જેવો કિસ્સો છે. અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિકના સ્કૂલના એક ક્લાસમાં એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. એસીના બ્લાસ્ટ અંગે સ્કૂલે કોઈ જાણકારી ન આપતા વાલીઓ ગુસ્સે ભરાયા છે.  એસીમાં બ્લાસ્ટના લીધે લાગેલી આગથી બાળકો ડરી ગયા હોવાનું વાલીનું કહેવું છે.

ક્લાસમાં આગના લીધે અફડાતફડી મચી ગઈ હતી. વાલીઓનું કહેવું છે કે સ્કૂલના સંચાલકો આ ઘટનાને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સ્કૂલ ખોટું બોલી રહી છે. આ ઘટનાના પગલે હવે સ્કૂલે ઓનલાઇન શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. શાંતિ એશિયાટિકમાં આગની આ ઘટના 11 જુલાઈના રોજ બપોરના બેથી અઢી વાગ્યા વચ્ચે બની હોવાનું કહેવાઇ રહ્યું છે. ડીઇઓના જણાવ્યા મુજબ પ્રાથમિક દ્રષ્ટિએ આ સ્કૂલની બેદરકારી છે. બધી ચકાસણી થશે. વાલીઓની ફરિયાદ ધ્યાનમાં લીધી છે.

સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા વાલીઓને કહેવામાં આવી રહ્યું છે કે, આ એક મોકડ્રીલ હતી. વાલીઓ આ ઘટનાને લઈ ચિંતિત છે. વાલીઓનું કહેવું છે કે જો મોકડ્રીલ હોય તો ગ્રાઉન્ડમાં કરવામાં આવે આ રીતે બીજા માળે ન થવી જોઈએ. વાલીઓને જાણ કર્યા વગર મોકડ્રીલનું આયોજન ન થવું જોઈએ. વિદ્યાર્થીઓએ જ શિક્ષકોને જાણ કર્યાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. સ્કૂલમાં કોઈપણ મોકડ્રીલ ન થવાનો વાલીઓ આરોપ લગાવી રહ્યા છે. વાલીઓ કહી રહ્યા છે કે સ્કૂલના સંચાલકો દ્વારા ખોટું બોલવામાં આવી રહ્યું છે.

શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો છે. ફાયરનાં સાધનો એક્સપાયર થવા હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. વાલીઓએ સ્કૂલ અંદર જઈને જાતે જ ફાયરનાં સાધનોની તપાસ કરી છે. સ્કૂલના સંચાલકો યોગ્ય જવાબ ન આપતા હોવાનો વાલીઓનો આરોપ છે.

શેલામાં આવેલી શાતિ એશિયાટિકમાં એસીમાં આગ લાગવાને કારણે આગ ફાટી નીકળી હતી. જેને પગલે ક્લાસરૂમ ધુમાડાથી ભરાઈ ગયો હતો અને વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. જેને પગલે વાલીઓએ ડીઈઓ કચેરીએ જઈને હોબાળો મચાવ્યો હતો. તો બીજી તરફ સ્કૂલે મોકડ્રીલ હોવાનું કહી ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ આગને પગલે અનેક વાલીઓએ તેમનાં બાળકોને સ્કૂલે ન મોકલવાનો નિર્ણય કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: છેતરપિંડીના નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી વિદેશ મોકલનારા 13 આરોપી ઝડપાયા

આ પણ વાંચો: છોટાઉદેપુરના નસવાડીમાં ડ્રાઇવરને માર માર્યા બાદ કરાયું અપહરણ, પોલીસે 4 સામે નોંધ્યો ગુનો

આ પણ વાંચો: જૂનાગઢની કૃષિ યુનિ.માં દીપડો ઘૂસી જતા અફડાતફડી, વન વિભાગ એક્શનમાં