Surat News: સુરતમાં કુટણખાનામાં પણ નવી શૈલી જોવા મળી છે. હોટેલ સ્પા, ફ્લેટ અને બંગલા ઉપરાંત હવે ડોમમાં પાર્ટિશન પાડીને ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સરથાણા પોલીસે કેનાલ રોડ પર આવેલા પતરાના શેડમાં એરકંડિશન વ્યવસ્થા ચાલતા કુટણખાના પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં બે રૂપજીવિનીઓ મળી આવી હતી, તેને પકડવામાં આવી છે. જ્યારે તેના માલિક અને અને સંચાલક ફરાર છે. તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
સરથાણા પોલીસે કેનાલ રોડ ઉપર પતરાના શેડમાં રેડ કરી હતી. આ પતરાના ડોમમાં દિનેશ પોપટ હરખાણી નામના શખસે ઓનલાઈન સાડીના ધંધાની આડમાં કુટણખાનુ શરૂ કર્યુ હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો.

પોલીસે દરોડામાં નોંધ્યું હતું કે ડમી ગ્રાહક ડોમમાં ગયો તે સાથે જ એક શખસ ડોમને બહારથી તાળું મારી ચાવી નજીકના ગેરેજ ઉપર મૂકી સરકી ગયો હતો. પોલીસે આ ચાવીની મદદથી તાળું ખોલતા અંદર એસી કેબીન સાથે ધમધમતું કૂટણખાનુ મળી આવ્યું હતું. અહીંથી બે રૂપજીવિનીઓ પોલીસને મળી આવી હતી. યોગીચોકનો દિનેશ હરખાણી છેલ્લા કેટલાક સમયથી આ ગોરખધંધો ચલાવી રહ્યો હતો.
ગ્રાહક દીઠ એક હજાર રૂપિયા વસૂલાતા હતા. જેમાંથી રૂપજીવિનીને રૂ. 500 મળતા હતા. જ્યારે દિનેશ કમિશન પેટે રૂ. 500 રાખી લેતો હતો. પોલીસને કે અન્ય કોઈ વ્યક્તિને શંકા ન જાય તે માટે સંચાલક તરીકે રાખવામાં આવેલો ભાવેશ સાકરિયા ગ્રાહક અંદર જાય તે સાથે જ બહારથી તાળું મારી દેતો હતો. પોલીસે અહીંથી કોન્ડમ તથા એક હજારની રોકડ કબ્જે કરી કૂટણખાનાના માલિક દિનેશ હરખાણી અને સંચાલક ભાવેશ સાકરિયાને વોન્ટેડ જાહેર કર્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં એક મીમી વરસાદ, છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ
આ પણ વાંચો: સાયક્લોનિક સરક્યુલેશન ગુજરાતમાં વરસાદ લાવશે
આ પણ વાંચો: AMCના બે લાખથી રૂ. 15 લાખના કામોમાં કરોડોની ગોલમાલ: કોંગ્રેસ
