Cricket Team India/ ભારતે ઝિમ્બાબ્વે સામે 5-મેચની T-20 શ્રેણી જીતી,10 વિકેટે પરાજય આપ્યો

ઓપનર શુભમન અને યશસ્વીએ અર્ધસદી ફટકારી,

Top Stories Sports

T-20 Cricket Match : ભારતે T-20 શ્રેણીની ચોથી મેચમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ટીમે 5 મેચની સિરીઝમાં 3-1થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની પાંચમી મેચ 14 જુલાઈએ રમાશે.ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 15.2 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

ભારત તરફથી ઓપનરો વચ્ચે 156 રનની અણનમ ભાગીદારી થઈ હતી. યશસ્વી જયસ્વાલે 53 બોલમાં અણનમ 93 રન અને શુભમન ગિલે 39 બોલમાં 58 રન બનાવ્યા હતા.
આ પહેલા ઝિમ્બાબ્વે તરફથી કેપ્ટન સિકંદર રઝાએ સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. તેમના સિવાય તદિવનાશે મારુમણીએ 32 રન અને વેસ્લે માધવરેએ 25 રનનું યોગદાન આપ્યું હતું. ઝિમ્બાબ્વેના ઓપનર તદિવનાશે મારુમાની (32) અને વેસ્લી માધવારે (25) વચ્ચે 63 રનની ભાગીદારી થઈ હતી.ભારત તરફથી ખલીલ અહેમદે બે વિકેટ ઝડપી હતી. શિવમ દુબે, અભિષેક શર્મા, તુષાર દેશપાંડે અને

વોશિંગ્ટન સુંદરને 1-1 વિકેટ મળી હતી. જોનાથન કેમ્પબેલ રવિ બિશ્નોઈ દ્વારા પોતાના જ બોલ પર સીધા હિટ પર રનઆઉટ થયો હતો.
ઝિમ્બાબ્વેએ ભારતને 153 રનનો ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી કેપ્ટન સિકંદર રઝાએ સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. તેમના સિવાય તદિવનાશે મારુમણીએ 32 રન અને વેસ્લે માધવરેએ 25 રનનું યોગદાન આપ્યું હતું. ઝિમ્બાબ્વેના ઓપનર તદિવનાશે મારુમાની (32) અને વેસ્લી માધવારે (25) વચ્ચે 63 રનની ભાગીદારી થઈ હતી.

ભારત તરફથી ખલીલ અહેમદે બે વિકેટ ઝડપી હતી. શિવમ દુબે, અભિષેક શર્મા, તુષાર દેશપાંડે અને વોશિંગ્ટન સુંદરને 1-1 વિકેટ મળી હતી. જોનાથન કેમ્પબેલ રવિ બિશ્નોઈ દ્વારા પોતાના જ બોલ પર સીધા હિટ પર રનઆઉટ થયો હતો.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતીય ક્રિકેટ બોર્ડ ભારતની ટીમને ICC ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન નહીં મોકલે

આ પણ વાંચો:ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે રમાશે 3જી T20 ઈન્ટરનેશનલ મેચ, બંને ટીમો માટે આજનો મુકાબલો મહત્વનો

આ પણ વાંચો:જ્યોતિ ઓલિમ્પિક હર્ડલ્સમાં ઉતરનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લીટ બનશે