Gandhinagar News/ નગરપાલિકાઓનો વહીવટ ખાડે ગયોઃ 107 નગરપાલિકાઓમાં પગારના પણ ફાંફા

વિકસિત ગુજરાતના દાવાથી હકીકત સાવ વિપરીત જ જોવા મળી રહી છે. રાજ્યની કુલ 157 નગરપાલિકામાંથી 107 નગરપાલિકામાં પગારના પણ ફાંફા છે. કાયમી કર્મચારીઓનો છેલ્લાં બેથી ત્રણ મહિનાનો પગાર જ થયો નથી.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Gandhinagar News: વિકસિત ગુજરાતના દાવાથી હકીકત સાવ વિપરીત જ જોવા મળી રહી છે. રાજ્યની કુલ 157 નગરપાલિકામાંથી 107 નગરપાલિકામાં પગારના પણ ફાંફા છે. કાયમી કર્મચારીઓનો છેલ્લાં બેથી ત્રણ મહિનાનો પગાર જ થયો નથી.

સત્તાધીશોના સમૃદ્ધ ગુજરાતના દાવાથી વિપરીત બીજી તરફ નગરપાલિકાનું તંત્ર રીતસર ખાડે ગયું છે. નગરપાલિકાઓની આર્થિક પરિસ્થિતિ એટલી કથળી છે કે કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ નાણા નથી. બીજી બાજુ સત્તાધીશો વાઇબ્રન્ટ ગુજરાતના દાવા કરે છે.

મોટાભાગની પાલિકાઓની તિજોરી ખાલીખમ થઈ ગઈ છે. કેટલીય નગરપાલિકાઓ વીજબિલ ભરવા પણ સક્ષમ નથી. લાખો રૂપિયાનો પાણી વેરો ભરવાનો બાકી છે. પડતા પર પાટુ મારતા હોય તેમ રાજ્ય સરકારે ઓકટ્રોયની ગ્રાન્ટ રોકી રાખી છે. આ મુદ્દે ઉચ્ચસ્તરે રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજી સુધી સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી.

આ અવ્યવસ્થાની સ્થિતિના પગલે હજારો કર્મચારીઓ પગારથી વંચિત રહ્યા છે. સરકારી કર્મચારીઓને ઘરના બે છેડા ભરવા મુશ્કેલ થઈ ગયા છે. આ  નગરપાલિકાઓ માટે આવકનો કોઈ સ્ત્રોત જ નથી. તેના લીધે આગામી સમયમાં પગાર મામલે આંદોલન થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યા બાદ પહેલીવાર હાર્દિક પંડ્યા વડોદરા પહોંચ્યો

આ પણ વાંચો: આગામી 48 કલાક ગુજરાત માટે ભારે! હવામાન વિભાગનું પૂર્વાનુમાન

આ પણ વાંચો: શ્રાવણ મહિનામાં ઘરઆંગણે સ્પીડ પોસ્ટથી કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ મેળવો