Rajkot News: રાજકોટ પડઘરીમાં લાશ મળવાનો મામલો ઉકેલાઈ ગયો છે. વેજાગામના જયદીપ મેરિયાની લાશ ઢોકળીયામાં મળી આવી હતી. મામાની પુત્રીને તે પ્રેમ કરતો હોવાથી હત્યા કરવામાં આવી છે. તેની ધોકા-પાઇપના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. યુવક મામાની પુત્રીને પ્રેમ કરતો હતો. પોલીસે ચાર સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. પડઘરી ખાતે યુવકની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં મામા ગોવિંદ મૂછડિયા, મામી કંચનબેન, મામાનો પુત્ર પ્રવીણ અને રસિકભાઈ સામે હત્યાની ફરિયાદ દાખલ થઈ છે.
દસ દિવસ પહેલાં જ જયદીપ અને તેના મામા ગોવિંદભાઈ વચ્ચે માથાકૂટ થઈ હતી. મૃતક જયદીપ ડ્રાઇવિંગનું કામ કરતો હતો. અગાઉ પણ મામા અને જયદીપ વચ્ચે માથાકૂટ થઈ હતી.
સમગ્ર બનાવનો ઘટનાક્રમ એવા પ્રકારનો છે કે રાજકોટ નજીક લોધિકા તાલુકાના વેજાગામ વાજડી રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતાં જયદીપ હમીરભાઈ મેરીયા નામના યુવાનની ગઈકાલે સાંજે પડધરી તાલુકાના ઢોકળીયા ગામેથી લાશ મળી આવી હતી. આ બનાવની યુવાનના પિતા હમીરભાઈ મનજીભાઈ મેરીયાને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ પડધરી પોલીસને જાણ કરી હતી.
પોલીસની પૂછપરછમાં ત્રણ ભાઈમાં સૌથી મોટો જયદીપ અપરિણિત હોવાનું અને તેને ઢોકળીયા ગામે જ રહેતા સગા મામાની દીકરી સાથે આંખ મળી જતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હોવાનું અને અવારનવાર આ પ્રેમી યુગલ મળતાં હોવાનું સામે આવ્યું હતું.
ગઈકાલે જયદીપ ઢોકળીયા ગામે પ્રેમિકાને મળવા માટે નીકળ્યો હતો. આની જાણ અગાઉથી જ મામાને થઈ જતાં ઢોકળીયા ગામની સીમમાં જ જયદીપને આંતરી ધોકાના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું. આ બનાવ અંગે પડધરી પોલીસે હમીર મનજીભાઈ મેરીયાની ફરિયાદ પરથી ઢોકળીયા ગામે રહેતા ગોવિંદ પ્રેમજીભાઈ મુછડીયા, પ્રવિણ પ્રેમજીભાઈ મુછચડીયા, રસિક પ્રવિણભાઈ મુછડીયા અને કંચનબેન ગોવિંદ મુછડીયા સામે ખુનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યા બાદ પહેલીવાર હાર્દિક પંડ્યા વડોદરા પહોંચ્યો
આ પણ વાંચો: અમદાવાદમાં વૈભવી ગણાતો પશ્ચિમ વિસ્તાર સામાન્ય વરસાદથી પાણીમાં ગરકાવ
આ પણ વાંચો: ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા નહિ ખાવા પડે RTOના ધક્કા, જાણો કેવી રીતે મેળવી શકશો લાયસન્સ
આ પણ વાંચો: માઉન્ટ આબુમાં ફરવા ગયેલા ગુજરાતીઓ પર હુમલો, એકનું મોત અને ત્રણ ઘાયલ
