Palanpur News/ પાલનપુરમાં 11 વર્ષના બાળકનું અપહરણ અને હત્યા

પાલનપુરમાં અપહ્યત બાળકની લાશ મળી આવી છે. 11 વર્ષના બાળકની રીતસરની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પાલનપુરમાં ચકચાર મચી ગઈ છે. ટોકરિયામાં 11 વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી.

Top Stories Gujarat

Palanpur News: પાલનપુરમાં અપહ્યત બાળકની લાશ મળી આવી છે. 11 વર્ષના બાળકની રીતસરની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પાલનપુરમાં ચકચાર મચી ગઈ છે. ટોકરિયામાં 11 વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી.

રાત્રે ગામની સીમમાંથી તેમનો મૃતદેહ મળ્યો હતો. આ બનાવના પગલે એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. સમગ્ર ગામમાં તેના લીધે ભારેલો અગ્નિ છે અને તેથી પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત કર્યો છે. પોલીસની વધુ એક ગુમક ત્યાં ગોઠવી દેવામાં આવી છે. બાળકની હત્યાના લીધે ગામમાં જબરદસ્ત આક્રોશ છે.

મોહમ્મદ શેરશિયા નામના 11 વર્ષના માસૂમ બાળકની હત્યા કરવામાં આવી છે. ગળાના ભાગે તીક્ષ્ણ હત્યારના ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવી છે. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. આરોપીઓને ઝડપી લેવા માટે એલસીબી અને એસઓજી સહિત સ્થાનિક પોલીસે શોધખોળ આદરી છે. સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે.

પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ આરંભી છે. પોલીસે પ્રાથમિક તપાસમાં બાળકનું અપહરણ ક્યારે થયું તેની વિગતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યુ છે. પોલીસનું માનવું છે કે અપરાધીઓ બાળકનું અપહરણ કર્યા પછી ડરી ગા હોવાના લીધે તેમણે બાળકની હત્યા કરી નાખી છે. ગુનેગારોને લાગ્યું કે બાળકનું અપહરણ કર્યા પછી તેમને ઇચ્છિત રકમ મળી શકે તેમ નથી અને બાળક તેમનો ચહેરો જોઈ ગયું છે તેથી તેમની ઓળખ છતી ન થઈ જાય તે હેતુથી તેની હત્યા કરી નાખી છે. પોલીસ હવે અપહરણ અને હત્યાનો હેતુ જાણવા પાછળ લાગેલી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં વૈભવી ગણાતો પશ્ચિમ વિસ્તાર સામાન્ય વરસાદથી પાણીમાં ગરકાવ

આ પણ વાંચો: આગામી 48 કલાક ગુજરાત માટે ભારે! હવામાન વિભાગનું પૂર્વાનુમાન

આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસ: આરોગ્ય મંત્રી બોલ્યા ગભરાશો નહીં