Surat News: રેલ્વે વિભાગમાં ટ્રેન ટિકિટ કૌભાંડનો પર્દાફાશ થયો. ટિકિટ બુક કૌભાંડમાં એક શખ્સે રેલ્વે વિભાગને કરોડોનો ચૂનો લગાવ્યો. સુરત ઉમરા પોલીસે આ શખ્સની ધરપકડ કરી. આ શખ્સ ટ્રેન ટિકિડ બુક કરાવવા એક સોફ્ટવેર રાખતો હતો તેને પણ જપ્ત કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેર મારફતે ભેજાબાજે બોગસ આઈડીથી લોકો અને રેલ્વે વિભાગ સાથે 4.50 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી. ઉમરા પોલસી મથકમાં એક ઇન્સેપકટર દ્વારા જ આ મામલાની ફરિયાદ કરતાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું. પોલીસ આ કૌભાંડની વધુ તપાસ કરતાં શખ્સની ધરપકડ કરવામાં આવી.
પ્રાપ્ત વિગત મુજબ સુરત ઉમરા પોલીસ મથકમાં વિજિલન્સ વિભાગમાં ઇન્સેપકટર તરીકે ફરજ બજાવનાર સુધીર શર્માએ ટ્રેન ટિકિટના કાળાબજાર થતા હોવાની ફરિયાદ નોંધાવી. તેના બાદ પોલીસે આ મામલા વધુ તપાસ હાથ ધરી. જેમાં સામે આવ્યું કે એક ડિલવરી બોય સોફ્ટવેર સપ્લાયર બની બલ્કમાં ટિકિટ બુક કરતો હતો. આ ભેજાબાજ એન્જીનીયર કે વધુ ઉચ્ચ અભ્યાસ નથી કરેલો. પરંતુ તે ફક્ત 12 પાસ છે. 12 પાસ આ વ્યક્તિનું નામ રાજેશ મિત્તલ હોવાનું સામે આવ્યું.
રાજેશ મિત્તલે બલ્કમાં ટ્રેન ટિકિટ બુક કરવાનું કૌભાંડ આચર્યું. આ માટે તેણે ખાસ પ્રકારનું સોફ્ટવેર બનાવ્યું હતું. રાજેશ ટ્રેનમાં ટિકિટ બુક કરવા માટે ઓછા સમયમાં સોફ્ટવેરની મદદથી ટ્રેન ટિકિટ જલદી બુક કરી લેતો હતો. આના કારણે લોકો સાથે રેલ્વે વિભાગને પણ નુકસાન થતું હતું. રાજેશ આ જ સોફ્ટવેરની મદદથી અત્યાર સુધીમાં ટિકિટ બુક કરવાના કાંડને લઈને 4.50 કરોડ રુપિયાની કમાણી કરી. પોલીસ પૂછપરછમાં રાજેશ જણાવ્યું કે તે મૂળ ઝારખંડનો છે અને તે ડિલવરી બોય તરીકે કામ કરતો હતો. દરમ્યાન તેના ધ્યાનમાં આવ્યું કે તાત્કાલિક ટિકિટ બુક કરાવવા ચોક્કસ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે અને તેણે એ સોફ્ટવેર પોતાના લેપટોપમાં ડાઉનલોડ કર્યું. અને લોકો જ્યારે તત્કાલની ટિકિટ બુક કરાવે ત્યારે તે આ સોફ્ટવેરનો ઉપયોગ કરી ટિકિટ કન્ફર્મ કરતો અને પોતાનું કમિશન કાઢી રેલ્વે વિભાગમાં ટિકિટ બુક કરાવતો. પોલીસે આરોપીના ઘરે પાડેલ દરોડામાં 973 બોગસ આઈડી, 5 લેપટોપ, 5 હાઈ સ્પીડ રાઉટરની સાથે નેકસેસ અને ગડર નામના બે સોફ્ટવેર પણ જપ્ત કર્યા. ટ્રેન ટિકિટ કૌભાંડ મામલે પોલીસ હજુ પણ વધુ તપાસ કરી શકે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વૈભવી ગણાતો પશ્ચિમ વિસ્તાર સામાન્ય વરસાદથી પાણીમાં ગરકાવ
આ પણ વાંચો: આગામી 48 કલાક ગુજરાત માટે ભારે! હવામાન વિભાગનું પૂર્વાનુમાન
આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસ: આરોગ્ય મંત્રી બોલ્યા ગભરાશો નહીં
