આપઘાત/ વડોદરામાં આત્મહત્યાનો સામે આવ્યો અજીબોગરીબ કિસ્સો, યુવકે આપઘાત માટે કર્યું એવું કે..

વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક બેંક કર્મચારીએ આત્મહત્યા માટે જે રસ્તો અપનાવ્યો હતો, એને લઈને લોકોની સાથે પોલીસ પણ ચોંકી ઉઠી છે..

Gujarat Vadodara
આત્મહત્યાનો

દેશભરમાં કોરોના વાયરસે ભારે કહેર મચાવી દીધો છે અને આ ઘાતક વાયરસના કારણે અનેક લોકો આર્થિક રીતે પાયમાલ કરીને આત્મહત્યાનો કિસ્સો અપનાવી રહ્યા છે, ત્યારે આ વચ્ચે વડોદરામાંથી આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આ પણ વાંચો :પાટણમાંથી સામે આવી હિટ એન્ડ રનની ઘટના, જીપની ટક્કરે બે લોકોના લીધા જીવ

હકીકતમાં વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક બેંક કર્મચારીએ આત્મહત્યા માટે જે રસ્તો અપનાવ્યો હતો, એને લઈને લોકોની સાથે પોલીસ પણ ચોંકી ઉઠી છે. મળતી માહિતી મુજબ, આ બેંક કર્મચારીએ મોત જલ્દી મળે તે માટે મોત ન મળે ત્યાં સુધી પોતાનો શ્વાસ રુંધ્યો હતો ને આ માટે તેને પોતાના મોઢા પર ઓક્સિજન માસ્ક લગાવી એના પર કોથળી પહેરી હતી, જેથી જલ્દી મોત મળે.

આ પણ વાંચો : દ્વારકામાં લોખંડની ધગધગતી સાંકળના ઘા મારી મહિલાને ઉતારી મોતને ઘાટ

આ અંગે મળતી વિગતો મુજબ, મૃતક યુવક મૂળ હરિયાણાના મંકવાસ ભિવાનીના પાડવાન ગામ રહેવાસી હતો અને તેની વ્ય 24 વર્ષની હતી. તે વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા કૃષ્ણદીપ ટેનામેન્ટમાં ભાડેથી રહેતો હતો અને વડોદરાના મકરપુરા વિસ્તારની એસબીઆઈ બેંકમાં ટ્રેઈની તરીકે કામ કરતો હતો.

આ દરમિયાન તેણે બેંકમાંથી ચાર દિવસની રજા લીધી હતી. પરંતુ ગત શુક્રવારથી તે ઓફિસમાં દેખાયો ન હતો. તેથી બેંકના કર્મચારીએ મકાન માલિકનો સંપર્ક કર્યો હતો. જેથી તેમણે આશિષના રૂમમાં જઈને તપાસ કરી હતી. આશિષના રૂમની બારીમાંથી અંદર જોતા તેઓ ડઘાઈ ગયા હતા અને તેનો મૃતદેહ મળ્યો હતો.

આ પણ વાંચો :દિવાળી બાદ ધો.1 થી 5 ની શાળાઓ શરૂ થાય તેવી શક્યતા

આ પણ વાંચો : પોરબંદર નિરમા ફેકટરીમાં ફરી સર્જાયો અકસ્માત, એકનું મોત, ચાર ઘાયલ

આ પણ વાંચો :સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં સર્જાયો ભૂંકપ, એક સાથે 100 કાર્યકર્તાઓએ આપ્યા રાજીનામાં