Gujarat News/ અનંત-રાધિકાના લગ્નમાં બોમ્બની ધમકી આપનાર યુવકની મુંબઈ ક્રાઈમ બાન્ચે કરી ધરપકડ

મુકેશ અંબાણીના પુત્ર અનંતના લગ્નની દેશભરમાં ચર્ચાઓ થઈ રહી છે. આ લગ્નમાં વિઘ્ન નાખનાર યુવકની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી.

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodar News: મુકેશ અંબાણીના પુત્ર અનંતના લગ્નની દેશભરમાં ચર્ચાઓ થઈ રહી છે. આ લગ્નમાં વિઘ્ન નાખનાર યુવકની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી. અનંત-રાધિકાના લગ્ન દરમ્યાન એક શખ્સ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવી હતી. બોમ્બની મળતા ખળભળાટ મચી ગયો હતો. ધમકીને લઈને મુંબઈ પોલીસ ગંભીરતાથી લેતા આ મામલે વધુ શોધખોળ કરવામાં આવી. પોલીસ તપાસમાં ધમકીના તાર વડોદરા પંહોચ્યા. આ યુવક વડોદરાનો હોવાનું સામે આવ્યું. મુંબઈ પોલીસે વડોદરાના યુવકની બોમ્બની ધમકી આપવા મામલે ધરપકડ કરી.

અનંત-રાધિકાના લગ્ન 12 થી 15 જુલાઈ દરમ્યાન યોજાયા. મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષ ખાતે જીઓ કન્વેશન સેન્ટરમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંતના લગ્નની અલગ-અલગ વિધિઓ યોજાઈ હતી. અનંતના લગ્નની ઉજવણી દરમ્યાન 13 જુલાઈના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવક દ્વારા જીયો કન્વેશન સેન્ટરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી.

ધમકી આપનાર યુવકે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં અંગ્રેજીમાં લખ્યું હતું કે ”માય માઈન્ડ ઇઝ વન્ડરિંગ સેમલેસ્લી ધેટ હાફ ઓફ વર્લ્ડ વુલ્ડ ગો અપ સાઈડ ડાઉન ટુમોરો ઓફ અ બોમ્બ વેંન્ટ ઓફ એટ ધ અંબાણી વેડિંગ ટ્રિલિયન ઓફ ડોલર ઈન વન પિન કોડ”.સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ બોમ્બની ધમકીને પગલે મુંબઈ પોલીસ એલર્ટ થતા ક્નવેશન સેન્ટરની સુરક્ષામાં વધારો કર્યો. અને પોલીસ તાત્કાલિક ધમકી આપનાર શખ્સની શોધખોળમાં લાગી. જે સોશિયલ મીડિયા હેન્ડલથી ધમકી અપાઈ હતી તેની વધુ માહિતી મેળવવા મુંબઈ સાયબર ક્રાઈમની મદદ લીધી.

સાયબર ક્રાઈમે આ મામલે વધુ તપાસ કરતાં બોમ્બ બ્લાસટની ધમકી વડોદરાના યુવક ધ્વારા અપાઈ હોવાનું સામે આવ્યું. આ યુવકનું નામ વિરલ આશરા કે જે વાઘોડિયા રોડના સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટ નંબર A 16 માં રહે છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વિરલને ઝડપી પાડ્યો અને મુંબઈ લઈ ગઈ. જો કે વિરલના પરીવારજનોનું કહેવું છે કે તેમનો પુત્ર નિર્દોષ છે. કોઈ વ્યક્તિએ તેનું એકાઉન્ટ હેક કરી આ પ્રકારની ધમકી આપી હશે. જો કે બોમ્બ  બ્લાસ્ટ પ્રકરણમાં પોલીસે અન્ય ત્રણ યુવકની પણ ધરપકડ કરી. મહમંદ અરશિલ, વસીમ મેમણ અને આદિલ મલિક આ ત્રણ યુવકોને આવો ધમકી ભર્યો ઇમેઇલ કરવા બદલ પોલીસે ઝડપી પાડયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડોડામાં શહીદ થયેલા કેપ્ટન અને સૈનિકોના નામ થયા જાહેર

આ પણ વાંચો:અખાડા પરિષદમાંથી 13 સંતોની હકાલપટ્ટી, ગુપ્ત તપાસ બાદ કડક પગલાં લેવાયા

આ પણ વાંચો:બાળકોને લાગી રહી છે ડ્રગ્સ કરતાં પણ ખરાબ લત,ક્યાંક તમારું બાળક પણ નથી બની રહ્યુંને આનો શિકાર?