Surat News/ સુરતમાં અપહ્યત થયેલો બિલ્ડર પણ ફ્રોડ નીકળ્યો

સુરતમાં ગોડાદરાના એક બિલ્ડરે તેમની પાસેથી દુકાનોના દસ્તાવેજો તેમજ રોકડ રૂપિયા પડાવી લેવા બાબતે ભાજપના પૂર્વ શાસક પક્ષના નેતા સામે બિલ્ડરે ગંભીર આક્ષેપ કર્યા છે.

Gujarat Surat Breaking News

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતમાં ગોડાદરાના એક બિલ્ડરે તેમની પાસેથી દુકાનોના દસ્તાવેજો તેમજ રોકડ રૂપિયા પડાવી લેવા બાબતે ભાજપના પૂર્વ શાસક પક્ષના નેતા સામે બિલ્ડરે ગંભીર આક્ષેપ કર્યા છે.આ મામલે તપાસ ચાલે છે તેવામાં બિલ્ડર સામે પણ 50 જેટલા લોકોએ છેતરપિંડીની ફરિયાદ સાથે પોલીસ કમિશનર ને રજુઆત કરી હતી

સુરતમાં બહુચર્ચિત એવા ગોડાદરા ના બિલ્ડરનું અપહરણ કરી દસ્તાવેજો પર સહી કરાવવાના મામલે ભાજપના પૂર્વ શાસક પક્ષના નેતા અમિત સિંહ રાજપુત સામે બિલ્ડર દ્વારા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી ઘણો સમય થઈ ગયો છતાં હજી સુધી એફઆઇઆર થઈ નથી ત્યાં તો નવો જ વળાંક સામે અવ્યો છે.

બિલ્ડર પ્રમોદ ગુપ્તા સામે 50 લોકોએ છેતરપિંડી થયા હોવાની સુરત પોલીસ કમિશનરને અરજી કરી હતી જેથી પોલીસે બિલ્ડર પ્રમોદ ગુપ્તા સહિત તેમના છ મિત્રોનું છ કલાક સુધી નિવેદન નોંધ્યું હતું. બિલ્ડર પ્રમોદ ગુપ્તા ફરિયાદ નોંધાવવા માટે ઘણા સમયથી પોલીસ મથકના ચક્કર કાપી રહ્યા છે.પરંતુ આ મામલે તેમને તાત્કાલિક બોલાવી લેવાયા છે  પોલીસે બિલ્ડર પ્રમોદ ગુપ્તા ની રાધા માધવ માર્કેટના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ એકત્ર કર્યા હતા.

મહત્વનું કહી શકાય કે 50થી વધુ ભોગ બનનાર લોકોએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી ફરિયાદમાં જણાવ્યું હતું કે પ્રમોદ ગુપ્તા ફ્રોડ છે ડાયરી બનાવી મિલકત અને વેચી દીધી હોવાના આરોપ પ્રમોદ ગુપ્તા પર કરવામાં આવ્યા હતા બિલ્ડર પ્રમોદ ગુપ્તા વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ થાય એવી માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે કારણ કે પ્રમોદ ગુપ્તા દ્વારા ભાજપના પૂર્વ શાસક પક્ષના નેતા સામે ગંભીર આક્ષેપો કર્યા છે જેમાં દુકાનો ના દસ્તાવેજો કરાવી લેવા સાથે રૂપિયા પણ માંગ્યા હોવાના આક્ષેપો કર્યા છે ક્યારે પોલીસે આ સમગ્ર મામલે પણ તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat Rain Live: ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, રાજ્યમાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: શું ગુજરાતમાં શહેરોની સરખામણીએ ગામડામાં વધુ મોંઘવારી છે? કયાં મોંઘવારી વધી સામે આવ્યો રિપોર્ટ

આ પણ વાંચો: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાંથી મળી આવ્યું ડુપ્લીકેટ દવાખાનું