Surat News/ સુરતમાં રહીશોની હાલત કફોડી,અમે આ ઘર છોડીએ અને બીજું ઘર નહિ મળે તો અમે ક્યાં રહીશું ફૂટપાથ પર .?

સુરતના સચિનના પાલી ગામમાં છ માળની ઇમારત ધરાશાયી થયા બાદ સાત લોકો અંદર કાટમાળમાં દટાઈ ગયા હતા અને સાતેય લોકોના મોત થયા છે.

Top Stories Gujarat Surat Breaking News

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના સચિન અને કનસાડમાં આવેલ ગુજરાત હાઉસિંગ ક્લિયરન્સ બોર્ડના જર્જરીત મકાનો ખાલી કરવા માટે છેલ્લા ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે આજે પોલીસની ફોર્સ ઉતારી પાણી અને વીજ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને ઘરોમાં બંધ કરી અને વિરોધ ન થાય તે રીતે બળપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે.

સચિનના પાલી ગામમાં છ માળની ઇમારત ધરાશાયી થયા બાદ સાત લોકો અંદર કાટમાળમાં દટાઈ ગયા હતા અને સાતેય લોકોના મોત થયા છે. આ ઘટના બાદ મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે અને જર્જરીત મકાનોને તાત્કાલિક ખાલી કરવાના આદેશ આપી દીધા છે. ત્યારે સચિન અને કનસાડમાં આવેલ ગુજરાત હાઉસિંગ સલ્મ ક્લિયરન્સ બોર્ડના મકાનો અતિ જર્જરીત હાલતમાં હોવાથી તેને ખાલી કરાવવા માટે ભારે મથામણ કરવામાં આવી રહી છે.

અગાઉ નોટિસો પાઠવ્યા બાદ તાત્કાલિક મકાનો ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે ઘણા મકાનના રહીશોએ મકાનો ખાલી કરી નાખ્યા છે પરંતુ હજુ ઘણા બધા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા મળી નથી. જેના કારણે આજે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન સહિતનો સ્ટાફ અને સુરત મહાનગર પાલિકાના માણસો અને પોલીસના જવાનો સાથે પાણી અને વીજ કનેક્શન કાપવા માટે ટીમો ઉતરી ગઈ છે.

વર્ષ 1991માં આ મકાનો ફાળવવામાં આવ્યા છે. 33 વર્ષ જુના આ મકાનો હાલ અતિ જર્જરિત થઈ ગયા છે. જેને લઈને પાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મકાનો ખાલી કરાવવા આદેશ આપ્યા છે. જો કે આજે પાણી અને વીજ કનેક્શન કાપવા માટે પોલીસના ઘાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને આ રહીશો કોઈ ગુનો આચરીને છુપાયેલા હોય તેવી રીતે વર્તન કરવામાં આવી રહ્યું હોય તેવું લાગે છે.

રહીશોએ વાત કરતા જણાવ્યું હતું કે, આ મકાનો ખાલી કરવાની અમને નોટિસ આપ્યા બાદ ઘણા બધા લોકોએ ઘર ખાલી કરી નાખ્યા છે. પરંતુ આજુબાજુની સોસાયટીમાં જે ઘરો ખાલી છે એના મકાન માલિકોએ ઘરના ભાડામાં વધારો કરી દીધો છે. અને હાલ ચોમાસાની સિઝન છે અમે આ ઘર છોડીએ અને બીજું ઘર નહિ મળે તો અમે ક્યાં રહીશું ફૂટપાથ પર .?

અત્રે ઉલ્લેખનીય છે કે આજે પાણી અને વીજ કનેક્શન કાપવા માટે પોલીસની ફોર્સ ઉતારી દેવામાં આવી છે. જેમાં એસીપી, ૩  પીઆઇ, ૬  પીએસઆઇ અને 200 થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન પણ અહીં ઉપસ્થિત થયા છે અને લોકોને ઘર ખાલી કરવા માટે સમજાવી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ મધ્યમ વર્ગના લોકોને સમય આપવામાં આવશે કે પછી આ ચોમાસાની સિઝનમાં તેમને ફૂટપાથ પર રહેવાનો વારો આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહિલાએ રિક્ષામાં જ બાળકને આપ્યો જન્મ, કેવી છે બંનેની હાલત

આ પણ વાંચો: વિદ્યાર્થીનીઓને આપવામાં આવનારી સાઇકલો ધૂળ ખાઈ રહી છે

આ પણ વાંચો: ઉત્તર ગુજરાતની ગ્રાન્ટ એઇડ સ્કૂલો-કોલેજોમાં વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગ

આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસ: આરોગ્ય મંત્રી બોલ્યા ગભરાશો નહીં