Banaskantha News/ બનાસકાંઠાના ધાનેરામાં સાઇકલો ખાઈ રહી છે ધૂળ

બનાસકાંઠાના ધાનેરામાં સાઇકલો ધૂળ ખાઈ રહી છે. સરકારી સાઇકલો રીતસરની તડકામાં ધૂળ ખાઈ રહી છે. આ સાઇકલોનું શાળાકીય પ્રવેશોત્સવ દરમિયાન વિતરણ કરવાનું હતું. અધિકારીઓની ઢીલી નીતિના લીધે સાઇકલ વિતરણમાં વિલંબ થયો છે અને 800 કરતાં વધુ સાઇકલ ચોમાસામાં પલળી રહી છે અને ધૂળ ખાઈ રહી છે.

Gujarat Others Breaking News

Banaskantha News: બનાસકાંઠાના ધાનેરામાં સાઇકલો ધૂળ ખાઈ રહી છે. સરકારી સાઇકલો રીતસરની તડકામાં ધૂળ ખાઈ રહી છે. આ સાઇકલોનું શાળાકીય પ્રવેશોત્સવ દરમિયાન વિતરણ કરવાનું હતું. અધિકારીઓની ઢીલી નીતિના લીધે સાઇકલ વિતરણમાં વિલંબ થયો છે અને 800 કરતાં વધુ સાઇકલ ચોમાસામાં પલળી રહી છે અને ધૂળ ખાઈ રહી છે. આ બતાવે છે કે સરકારી અધિકારીઓ જાહેરાતોમાં શૂરા છે, પણ અમલીકરણમાં અધૂરા છે.

દાંતામાં પણ અંદાજે હજાર સાઇકલો ખુલ્લામાં ધૂળ ખાઈ રહી છે. આ પલળેલી સાઇકલોને કાટ લાગવાની પૂરેપૂરી શક્યતા છે. ગયા વર્ષની સાઇકલનું આ વર્ષે પણ વિતરણ કરવામાં ન આવતા અનેક સવાલઉઠ્યા છે. આ મામલે મંતવ્ય ન્યુઝ અનેક સવાલો ઉઠાવી રહ્યું છે. હવે સવાલ એ છે કે આટલી સાઇકલો લાવી તો દેવાઈ પરંતુ શું તેનું ગરીબોને વિતરણ કરવાનો તંત્ર પાસે સમય નથી.

કન્યા કેળવણીની અવનવી વાતો અને યોજનાઓની જાહેરાત કરતી સરકારી જ્યારે ખરેખર અમલીકરણ આવે છે ત્યારે કેમ પારોઠના પગલાં ભરે છે. સરકારની આ યોજનાનો લાભ કેમ વિદ્યાર્થીનીઓ પાસે પહોંચતો નથી તેવો મંતવ્ય ન્યુઝનો સવાલ છે. દરેક તાલુકા મથકે સરકારી સાઇકલના ઢગલા કેમ છે. તંત્ર ક્યારે જરૂરિયાતમંદ બાળકોને સાઇકલ આપશે. સરકારના રૂપિયા છે અને કર્મચારીઓ ખિસ્સામાંથી રૂપિયો સુદ્ધા પણ કાઢ્યો નથી તો પછી તેઓ કેમ આવું બેદરકારીભર્યું વલણ અપનાવે છે. આ સરકારી અધિકારીઓ ક્યારે માનશે. તેમની ભરતી કરાર આધારિત થશે ત્યારે માનસે. સરકારના આ વલણનો જવાબ તો સરકાર જ આપી શકે છે. પણ ત્યાં સુધી તો કેટલીય કન્યાઓએ સાઇકલ વગર ચલાવવું પડશે તે હકીકત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટમાં ચાંદીપુરા વાયરસને લઇ સૌથી મોટા સમાચાર, સિવિલમાં શંકાસ્પદ આ વાયરસથી 5ના મોત

આ પણ વાંચો: વીએફએક્સ આર્ટિસ્ટને મળ્યો વિકૃત પતિ

આ પણ વાંચો: ભાવનગર જિલ્લામાં વ્યાજ ખોરનો ત્રાસ, આધેડે કર્યો આપઘાત