Rajkot News/ રાજકોટમાં ચાંદીપુરા વાયરસને લઇ સૌથી મોટા સમાચાર, સિવિલમાં શંકાસ્પદ આ વાયરસથી 5ના મોત

રાજકોટમાં ચાંદીપુરા વાયરસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચાંદીપુરા વાયરસથી શહેરસમાં 5 મોત થયા છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટમાં ચાંદીપુરા વાયરસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચાંદીપુરા વાયરસથી શહેરસમાં 5 મોત થયા છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. અને શંકાસ્પદ આ પાંચેય દર્દીઓના મોત થયા. દર્દીઓ ચાંદીપુરા વાયરસથી ગ્રસ્ત હોવાની આશંકા તેમાં જોવા મળતા લક્ષણોના આધાર થઈ. ચાંદીપુરા વાયરસના લક્ષણોને આધારે મોત પામનાર તમામ પાંચેય દર્દીઓના નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી થતા મોતનો આંકડો વધવા લાગ્યો છે. અત્યારસુધી 19 લોકોના આ વાયરસથી મોત થયા છે. ચાંદીપુરા વાયરસ સ્વદેશી વાયરસ છે અને કોરોના બાદ આ પ્રકારનો ભયંકર વાયરસ દેશમાં ખળભળાટ મચાવી રહ્યો છે. ચાંદીપુરા વાયરસથી મોટાભાગે 60 વર્ષથી નાની વયના અને ખાસ કરીને 15 વર્ષથી નાની વયના લોકો વધુ ભોગ બની રહ્યા છે.

એક પ્રખ્યાત હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા મુજબ ચાંદીપુર વાયરસ કોરોના કરતાં પણ ખતરનાક છે. વધુમાં ડોક્ટરે કહ્યું કે આ વાયરસ મૂળ મહારાષ્ટ્રના નાગપુર સ્થિત ચાંદીપુર ગામથી આવ્યો હોવાથી તેનું નામ ચાંદીપુર વાયરસ પડ્યું. આ વાયરસ ભારતમાં જ જોવા મળે છે. વિશ્વમાં હજુ સુધી આ વાયરસના દર્દી કયાંય પણ નોંધાયા નથી. આ વાયરસના શંકાસ્પદ કેસો ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં પણ જોવા મળી રહ્યા છે. ફલૂ, જાપાનીઝ એન્સેફાલીટીસ, ગરદનમાં ખેંચાણ, ખૂબ તાવ, ઉલટી વગેરે લક્ષણો આ વાયરસમાં જોવા મળે છે. કેટલાક કિસ્સામાં દર્દી કોમામાં પણ જાય છે. જો કે હાલમાં આ વાયરસથી મોટભાગના દર્દીઓના મોત થયાનું સામે આવી રહ્યું છે. ચાંદીપુર વાયરસ સીધો મગજ પર અસર કરતો હોવાથી વધુ ખતરનાક માનવામાં આવે છે. ચાંદીપુર વાયરસ એક ભૂરા રંગની માખી દ્વારા ફેલાતો હોવાથી લોકોએ સ્વચ્છતા મામલે વધુ તકેદારી રાખવી પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વાયુવેગે ફેલાતા ચાંદીપુરા વાયરસે 19નો ભોગ લીધો, આરોગ્ય વિભાગ સતર્ક

આ પણ વાંચો: વડોદરામાં યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં સોંપો પડી ગયો

આ પણ વાંચો: AMTS બસો અને બસ સ્ટેન્ડમાં હવે શૂટિંગ માટે કોર્પોરેશનની મંજૂરી