Gandhinagar News: લત શું નથી કરાવતી, અશ્લીલ વિડીયોની લતે લગ્નજીવનમાં ભંગાણ સર્જયુ છે. જાણીતા પ્રોડકશન હાઉસમાં VFX આર્ટિસ્ટ તરીકે કામ કરતી યુવતીએ ઓનલાઇન ડેટિંગ બાદ ધામધૂમથી પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નજીવનનો પ્રારંભ તો સંતોષજનક હતો, પરંતુ પછી પતિને અશ્લીલ વિડીયો જોવાની લત લાગી હતી. આ લતના લીધે તે પત્નીની મારઝૂડ પણ કરતો હતો. આજે આ લત છૂટાછેડા સુધી લઈ ગઈ છે.
અશ્લીલ વિડીયોના લીધે પતિને પોતાના ઘરે મિત્રોને બોલાવીને તેની હાજરીમાં પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવો હતો. આ માટે પત્નીએ ના પાડતા તે તેની મારઝૂડ કરતો હતો. આ ઉપરાંત તે પત્નીને સુરુચિનો ભંગ થતો હોય તેવી અશ્લીલ પાર્ટીઓમાં લઈ જવાની જીદ કરતો હતો. આ માટે પત્નીએ ના પાડતા તેણે જાહેરમાં તેને કપડા ફાડ્યા હતા.
આ ઉપરાંત સાથ દેવાના બદલે સાસરિયાઓએ પણ ત્રાસ આપ્યો હતો. છેવટે થાકી હારીને યુવતીએ છેવટે પતિ, દિયર અને સાસુ-સસરા સહિત ચાર સામે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેણે પતિ સહિતના ચાર સાસરિયા સામે આઈપીસીની કલમ 498 (ક), 323, 504, 506 (2) અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ અડાલજ પોલીસે પાઈલટ યુવક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
અડાલજ પોલીસ મથકના યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર અડાલજની પોશ સોસાયટીમાં સંપન્ન પરિવારમાં માતા-પિતા અને દીકરી રહે છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઉડાવતા પાઇલટ સાથે 2020માં તેનાં લગ્ન થયાં હતાં. લગ્ન બાદ તે પતિ સાથે મુંબઈમાં રહેતી હતી, પરંતુ યુવતી પોતે વીએફએક્સ એક્સપર્ટ હતી અને તેને સારા પગારની નોકરી મળતી હતી. જેથી યુવતીએ ઘરે બેસી રહેવાના બદલે બોલિવૂડના જાણીતા પ્રોડક્શન હાઉસમાં નોકરી શરૂ કરી હતી.
પતિ-પત્ની બંને સારું કમાતાં હતાં અને બીજી કોઈ તકલીફ ન હતી, પરંતુ પતિને મિત્રો સાથે રહેવાનું વધારે ગમતું હતું. તે પોતાના મિત્રો સાથેની પાર્ટીમાં પત્નીની હાજરી માટે પણ આગ્રહ રાખતો હતો. જોકે, પતિ ત્યારબાદ પત્નીને અન્ય મિત્રોની હાજરીમાં શારીરિક સંબંધ માણવા દબાણ કરતો હતો. પત્નીને આ ખૂબ અજુગતું લાગ્યું અને પતિને સમજાવવા પ્રયાસ કરી જોયો. પરંતુ, પતિ વધારે આક્રમક બની ગયો અને મારઝૂડ કરવા લાગ્યો. પતિની વિકૃત ઈચ્છાઓથી પત્ની કંટાળી ગઈ હતી.
પતિની આવી વિકૃત ઈચ્છાઓ પર સાસરિયાંઓ લગામ મૂકશે તેવું યુવતીને લાગતું હતું. રજાઓમાં પાઇલટ યુવક અને આર્ટિસ્ટ પત્ની દેહરાદૂન ગયાં હતાં. અહીંયાં યુવતીએ પોતાનાં સાસુ-સસરા અને દિયર સાથે પતિની વિકૃતિ અંગે વાત કરી હતી. જોકે, સાસરિયાઓએ તેની વાત સાંભળવાના બદલે ઘરકામ અને કરિયાવર બાબતે મહેણાં-ટોણા માર્યાં હતાં. થોડા સમય બાદ સાસરીવાળા પણ તેની સાથે મારઝૂડ કરવા લાગ્યા હતા. જેમ-તેમ કરીને સાસરીમાં થોડા દિવસ વિતાવ્યા બાદ યુવતી ફરી પોતાના પતિ સાથે મુંબઈ આવી હતી. પતિના વારંવારના ઝઘડા અને મારના પગલે 36 વર્ષીય યુવતી અડાલજ ખાતે માતા-પિતાના ઘરે પરત આવી હતી.
આ પણ વાંચો: વાયુવેગે ફેલાતા ચાંદીપુરા વાયરસે 19નો ભોગ લીધો, આરોગ્ય વિભાગ સતર્ક
આ પણ વાંચો: વડોદરામાં યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં સોંપો પડી ગયો
આ પણ વાંચો: AMTS બસો અને બસ સ્ટેન્ડમાં હવે શૂટિંગ માટે કોર્પોરેશનની મંજૂરી