Panchmahal/ પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના પાંચ કેસ

એક બાળકનું સારવાર દરમિયાન મોત

Top Stories Gujarat

Panchmahal News : ચાંદીપુરા કેસ હવે ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેમાં પણ આ વાયરસે બાળકોને ભરડામાં લીધા હોય તેવું તાજેતરના કેસો પરથી જણાઈ રહ્યું છે. જેમાં પંચમહાલમાં ચાંદીપુરા વાયરસના પાંચ કેસ જોવા મળ્યા છે. આ પાંચ કેસમાં મોરવા હડફ તાલુકામાં બે કેસ તથા ગોધરા તાલુકામાં બે કેસ નોંધાયા છે. જ્યારે ઘોઘંબા તાલુકામાં એક ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવ્યો છે.

બીજીતરફ એક બાળકનું વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. ચાંધીપુરા વાયરસના ખૌફ વચ્ચે ધારાસભ્ય નિમીષાબેન સુથારે ખાબડા ગામની મુલાકાત લીધી હતી અને કેવા પ્રકારનું વાતાવરણ છે તેનો ક્યાસ કાઢ્યો હતો. તે સિવાય અસરગ્રસ્ત વિસ્તારમાં મેડિકલ કોલેજની ટીમે પણ સર્વે કર્યો હતો. જેથી કોઈ શંકાસ્પદ કેસ નજરે ચઢે તો તાત્કાલિક સારવાર અર્થે ખસેડી શકાય. મેડિકલની ટીમે ત્રણ સ્થળે સેન્ડ ફ્લાયના સેમ્પલ એકત્રિત કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પોરબંદરમાં જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે દિલધડક રેસ્ક્યૂ

આ પણ વાંચો: નાંદોદની ત્રણ દૂધ ઉત્પાદક મંડળીઓના કૌભાંડની તપાસમાં ભીનું સંકેલાયાની શંકા

આ પણ વાંચો: સર્વર ઠપ થતા અમદાવાદ એરપોર્ટની અન્ય મેટ્રો શહેર સાથે કનેક્ટિવિટી ઠપ