Vadodara News: ગુજરાતમાં વધતા લવજેહાદના બનાવો સામે આકરું વલણ અપનાવતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કોઈ સલીમ સુરેશ બનીને યુવતીને ફોસલાવશે તો તે નહીં ચલાવી લેવાય. તેમણે લવજેહાદના બનાવો પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે એકલા કચ્છમાં જ છેલ્લા 45 દિવસમાં લવજેહાદના છ બનાવ જોવા મળ્યા હતા. તેમા ચાર છોકરીઓ તો સગીર હતી. આવી બાળકીઓ જોડે ષડયંત્ર કરવામાં આવ્યું. તેમાં પોલીસ કોઈક ને બિહાર કે કોઈક ને રાજસ્થાનથી લઈ આવી. દીકરીઓને તેમના પરિવારને સોંપવામાં આવી.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી લવજેહાદને લઈને આકરા પાણીએ જોવા મળ્યા હતા. તેમણે વડોદરામાં એક જાહેર કાર્યક્રમમાં લવજેહાદના મુદ્દે તેમનો આકરો મિજાજ બતાવ્યો હતો. તેમણે શબ્દો ચોર્યા વિના સ્પષ્ટ જણાવ્યું હતું કે કોઈ સલીમ સુરેશ બનીને યુવતીને ફસાવે તો તે નહીં ચલાવી લેવાય. પ્રેમના પવિત્ર સંબંધને બદનામ થતો રોકવાની જવાબદારી આપે છે. માબાપે પુત્રીઓને યોગ્ય સમજ આપવી જરૂરી છે, જેથી આવા બનાવો ન બને.
લવજેહાદના સતત વધી રહેલા કિસ્સાઓને પગલે હર્ષ સંઘવી આકરા પાણીએ જોવા મળ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા અને ભાજપ કાર્યાલય પર કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી. આ પ્રસંગે હર્ષ સંઘવીએ સંબોધનમાં લવ જેહાદ કરનારાઓને કડક ભાષામાં સંદેશ આપ્યો.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે, વડોદરા શહેરમાં સલીમ સુરેશ બનીને વ્હાલી દીકરીને ફસાવે છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી ચાલુ છે. એક પણ આવા વ્યક્તિને છોડવામાં નહિ આવે. દીકરીઓને ફસાવવા માટે આ લોકો પ્રયાસ કરી રહ્યા છે. આવા કોઈ પણ પરિવાર કે દીકરી હોય તો પોલીસને જાણ કરો. પ્રેમના પવિત્ર સબંધને બદનામ થતાં રોકવાની જવાબદારી આપણી બધાની છે. કોઈ સલીમ સુરેશ બનીને કે કોઈ સુરેશ સલીમ બનીને દીકરીઓને ફસાવે તો તેને છોડતા નહિ.
આ પણ વાંચો: ગુજરાતમાં 16 ડેમ હાઈએલર્ટ, ભારે વરસાદથી છલકાવાની શક્યતા
આ પણ વાંચો: સુરતમાં ગુજરાતી ફિલ્મ અભિનેત્રી સાથે થઇ ઠગાઇ
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી વખતે અટકેલા ફેરફારો શરૂઃ સામાન્ય વહીવટી વિભાગમાં બદલીથી ખળભળાટ
