કચ્છના ગાંધીધામની ગળપાદર જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાઈ છે. જેમાં દારૂની મહેફિલ માણતા કુખ્યાત બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સહિત 6 લોકો ઝડપાયાં હોવાનું સામે આવ્યું છે.આપને જણાવી દઈએ પોલીસ કાફલાએ મધરાતે જેલમાં કરી સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધાર્યું હતું જેમાં દારૂની બોટલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો જેને હાલ કબજે કરીલેવામાં આવ્યો છે. આ સિવાય ત્યાં બિનવારસી હાલતમાં રોકડા પચાસ હજાર રૂપિયા પણ મળી આવ્યા છે. જેલમાં આવી મહેફીલો થતી જોઈ પ્રશાસન પર ગંભીર સવાલો ઉભા થાય છે. આપને જણાવી દઈએ ગાંધીધામની ગળપાદર જેલમાં દારૂની મહેફિલ માણતા હોવાની ચોંકવનારી વિગતો સામે આવી છે.જેમાં ભચાઉના કુખ્યાત બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સહિત 6 લોકો જેલમાં દારુની મહેફિલ માણતા ઝડપાયાં છે. જણકારી અનુસાર પૂર્વ કચ્છ જિલ્લા પોલીસવડાની સૂચનાના પગલે ગાંધીધામ એ અને બી ડિવિઝન પોલીસે મધરાતે જેલમાં દરોડો પાડ્યો હતો. જેના કરને આ સમગ્ર સત્ય ભાર આવ્યું હતું.
આ સાથેજ સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. હાલ રાજ્યમાં નકલી દારુ બનાવવાની ફેક્ટરી, તેમજ બોર્ડરમાંથી દારૂ ગુજરાતમાં ઘુસાડવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી ફક્ત નામની જ હોય તેવું ઘણા કેસ પરથી સ્પષ્ટ જણાય છે. ઘણીવાર દારૂબંધીના ધજાગરા ઊડતા વીડિયો સામે આવે છે. હજી થોડા દિવસ પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલે સુરતના સારોલી પોલીસ સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતરે 1 વર્ષથી ધમધમતું મિની બિયર બાર ઝડપી પાડ્યો હતો, જ્યાં નશેડીઓને દીવ-દમણ જેવી ખુલ્લેઆમાં સુવિધા આપવામાં આવતી હતી. આવા એક વીડિયોમાં પાન પાર્લરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઇ રહ્યું છે અને દારૂડિયાઓ માટે ચખના સાથે સ્પેશિયલ બેઠકની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું વીડિયોમાં દેખાય છે.લ રૂપિયા 2,79,705 નો મુદામાલ કબજે લીધો હતો. ત્યારે જેલમાં આવી મહેફીલો થતી જોઈ પ્રશાસન પર ગંભીર સવાલો ઉભા થાય છે.
આ પણ વાંચો:ખાવાના શોખીનો અમદાવાદીઓ સાવધાન! સીટી પોઈન્ટ રેસ્ટોરન્ટની દાલફ્રાયમાંથી નીકળ્યો વંદો
આ પણ વાંચો:બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે આરક્ષણ વધારવાના નિર્ણયને પલટાવ્યો
