assembly elections 2023/ વિધાનાસભા ચૂંટણીમાં આજે છત્તીસગઢમાં મતદાનમાં મતદારોની લાગી કતાર

છત્તીસગઢમાં બીજા તબક્કામાં 22 જિલ્લાની કુલ 70 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ માટે 958 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 827 પુરુષ ઉમેદવારો, 130 મહિલા ઉમેદવારો અને ત્રીજા લિંગમાંથી એક ઉમેદવાર છે.

Top Stories India

આજે વિધાનસભા ચૂંટણીમાં છત્તીસગઢમાં મતદાન શરૂ થઈ ગયુ છે. બીજા તબક્કા દરમ્યાન છત્તીસગઢની 70 સીટો પર પણ સવારથી મતદાન શરૂ થયું છે. છત્તીસગઢની સાથે આજે મધ્યપ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણીનું મતદાન થઈ રહ્યુ છે. બંને રાજ્યોમાં ચૂંટણીને લઈને મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ વિધાનસભા મતવિસ્તારોના મતદાન કેન્દ્રો પર મતદાનનો સમય સવારે 8:00 થી સાંજના 5:00 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે નકસલ પ્રભાવિત 9 મતદાન મથકો પર મતદાનનો સમય સવારે 7:00 થી બપોરે 3:00 વાગ્યા સુધીનો રહેશે.

70 બેઠકો પર થશે મતદાન

છત્તીસગઢમાં બીજા તબક્કામાં 22 જિલ્લાની કુલ 70 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ માટે 958 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 827 પુરુષ ઉમેદવારો, 130 મહિલા ઉમેદવારો અને ત્રીજા લિંગમાંથી એક ઉમેદવાર છે. રાજ્યમાં કુલ મતદાતાઓની સંખ્યા 1,63,14,479 છે. જેમાં 81,41,624 પુરૂષ અને 81,72,171 મહિલા મતદારો છે. અને 684 મતદારો ત્રીજા લિંગના છે. 18 થી 19 વર્ષની વયજૂથના મતદારોની સંખ્યા 5,64,968 છે. વિકલાંગ મતદારોની સંખ્યા 1,30,909 છે. 80+ વય જૂથના મતદારોની સંખ્યા 1,58,254 છે. 100+ વયજૂથના મતદારોની સંખ્યા 2,161 છે. સરકારી નોકરી ધરાવતા મતદારોની સંખ્યા 15,392 છે જ્યારે છત્તીસગઢના બીજા તબક્કામાં 17 NRI મતદારો પણ મતદાન કરશે.

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈને થતા મતદાનમાં આજે દિગ્ગજ નેતાઓ એવા સીએમ ભૂપેશ બઘેલ, ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ, વિધાનસભા સ્પીકર ડો. ચરણદાસ મહંત સહિત 10 મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર છે. જયારે પ્રદેશ અધ્યક્ષ અરુણ સાવ સહિત ભાજપના ચાર સાંસદો અને 10 ધારાસભ્યો પણ મેદાનમાં છે.

સંવેદનશીલ વિસ્તારોમાં સમયમર્યાદા

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ સવારના સાત વાગ્યાથી મતદાન શરૂ થયું. સૌથી પહેલા નક્સલ પ્રભાવિત સીટ બિન્દ્રાનવાગઢના 9 સંવેદનશીલ કેન્દ્રો પર મતદાન શરૂ થયું. અહીં બપોરે 3 વાગ્યા સુધી મતદાન ચાલશે. બાકીની 69 બેઠકો પર સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. સવારે 9 વાગ્યા સુધી રાજ્યમાં 5.71% મતદાન થયું છે. સૌથી વધુ મતદાન ગારિયાબંદમાં 10.50% અને સૌથી ઓછું 2.69% સક્તિમાં નોંધાયું છે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં 12 નવેમ્બરે 78% મતદાન થયું હતું. જ્યારે બીજા તબક્કામાં 958 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે આવશે.



આ પણ વાંચો : શી જિનપિંગ અને બિડેન મળ્યા, ગોયલે કહ્યું- PM મોદીના પગલાં લેવાના આહ્વાનથી દેશ પ્રભાવિત થયો છે

આ પણ વાંચો : Welcome/ કોહલી અને શમીને પીરસવામાં આવ્યું ખાસ મેનુ

આ પણ વાંચો :  Jammu Kashmir/ કાશ્મીરના કુલગામમાં સેનાએ 3 આતંકીઓને ઠાર માર્યા, સર્ચ ઓપરેશન ચાલુ