Gujarat/ ભારતીય જનતા પાર્ટીની સરકાર ડ્રગ્સના દૂષણ સામે કટિબદ્ધ

ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા પાંચ વર્ષમાં 2400 જેટલા કેસ કરી 3500 થી વધુ લોકોની ધરપકડ કરી છે

Top Stories Gujarat

Gujarat News : ભાજપની સરકાર ડ્રગ્સના દૂષણ સામે કટિબધ્ધ છે.  ભારતીય જનતા  પાર્ટીની સરકારે છેલ્લા પાંચ વર્ષમાં 2400 જેટલા કેસ કરી 3500 થી વધુ લોકોની ધરપકડ કરી છેએમાં ક્યારેય પણ કોઈપણ વ્યક્તિ કોઈનું પણ સગો હોય અથવા તો કોઈ પણ પક્ષ નો હોય એની શેહ શરમ રાખી નથી. ભારતમાં એકમાત્ર એવી સરકાર છે કે જેણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગ્રહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં ગુજરાતમાંથી ડ્રગ્સનું દુષણ નાબૂદ કરવાની નેમ લીધી છે.

કોંગ્રેસના ધારાસભ્ય પોતાના ટ્વિટર પર ભાજપના નેતાઓ સાથે ડ્રગ્સના કેસમાં જેની ધરપકડ થઈ છે તેવા વ્યક્તિઓના ફોટા મૂકી અને સાબિતી આપે છે કે ભાજપ સરકારે કોઈની પણ શેહ શરમ રાખી નથીજ્યારે પ્રજાના હિતની વાત હોય અથવા તો રાજ્યમાંથી આવા ખરાબ દુષણો કે જેના કારણે યુવાધનની બરબાદી થતી હોય તેવા સમયની અંદર અને તેવા કેસ માટે ભલે ભાજપનો જ કાર્યકર્તા ન હોય કે કોઈપણ વ્યક્તિ હોય એની સાથે એ ગુનામાં જેટલી સજા હોય તેટલી જ કડકમાં કડક સજાની કરી છે, એમ ભાજપના મિડીયા કન્વીનર ડો. યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat Rain Live: ગુજરાતમાં આજે મેઘો વરસશે….

આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો: પોરબંદરમાં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા